વડોદરા. વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે વધુ 4 દર્દીના મોત થયા છે. જેમાં રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે 58 વર્ષના પુરુષનું સયાજી હોસ્પિટલમાં મોત થયું છે. જ્યારે વાઘોડિયા રોડ પર રહેતા 73 વર્ષીય વૃદ્ધ અને વાધોડિયા રિંગ રોડ પર રહેતા 65 વર્ષીય વૃદ્ધનું પણ મોત થયું છે. એન્ય એક વ્યક્તિનું ગોત્રી હોસ્પિટલમાં મોત થયું છે. વડોદરા શહેરમાં 25 એપ્રિલથી 6 જુલાઇ સુધી એકપણ પોઝિટિવ કેસ ન નોંધાતા 74 સોસાયટીઓને રેડ ઝોનમાંથી મુક્ત કરીને ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવી છે. જેમાં શહેરના ઉત્તર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોનો સમાવેશ થાય છે.
ભરૂચ જિલ્લામાં વધુ 13 પોઝિટિવ કેસ નોંધાયા
ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસનો કહેર દિવસને દિવસે વધી રહ્યો છે. રોજે રોજ 15થી 20 જેટલા કેસો સામે આવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ અત્યાર સુધીમાં કોરોના વાઈરસ પોઝિટિવ કેસની કુલ સંખ્યા 346 ઉપર પહોંચી ગઇ છે.
વડોદરામાં કોરોનાના કેસની કુલ સંખ્યા 2650 થઇ
મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 2650 ઉપર પહોંચી ગયો છે. વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કુલ 1890 દર્દી રિકવર થયા છે. વડોદરા શહેરમાં વિવિધ હોસ્પિટલોમાં 703 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. જે પૈકી 124ને ઓક્સિજન પર અને 31 દર્દીને વેન્ટિલેટર-બી-પેપ ઉપર રાખવામાં આવ્યા છે.
વડોદરાના આ વિસ્તારોમાં સોમવારે કોરોનાના કેસ નોંધાયા
વડોદરાના આ વિસ્તારોમાં સોમવારે ન્યૂ સમા રોડ, સોમા તળાવ, નવા બજાર, પાણીગેટ, દંતેશ્વર, વાડી, માંજલપુર, કારેલીબાગ, હરણી,-રસીયા રિંગ રોડ, સમા-સાવલી રોડ, વાઘોડિયા રોડ, હરણી, આજવા રોડ, ડભોઇ રિંગ રોડ, ભૂતડીઝાપા, આર.વી. દેસાઇ રોડ, વારસીયા, અજબડીમીલ, અલકાપુરી, છાણી, બરાનપુરા, યાકુતપુરા, રાવપુરા, ગાજરાવાડી અને તરસાલી વિસ્તારમાં કોરોના વાઈસના કેસો નોંધાયા હતા. જ્યારે વડોદરા ગ્રામ્યમાં બામણગામ, ડભોઇ, પરસોલી, રણુ, પાદરા, કોયલી, સોખડા, ભાયલી અને ફર્ટીલાઇઝરનગરમાં કોરોનાના કેસો નોંધાયા હતા. આ ઉપરાંત બોપલ(અમદાવાદ) એક કેસ પણ વડોદરામાં નોંધાયો હતો.