- સોમવારે રાજકોટમાં 95 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો
રાજકોટમાં 24 કલાકમાં કોરોનાથી 5ના મોત થયા છે. શહેરમાં હવે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ધીમી-ધીમે ઘટી રહી છે. છેલ્લા 3 દિવસથી 100ની અંદર કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. સોમવારે રાજકોટમાં 83 કેસ નોંધાયા હતા. રાજકોટમાં અત્યાર સુધીમાં 7848 કેસ પોઝિટિવ નોંધાયા છે. એટલે કે અત્યાર સુધીમાં 7 હજાર કરતા વધુ વધુ લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 729 દર્દી સારવાર હેઠળ છે. સોમવારે રાજકોટમાં 95 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.
જિલ્લાભરમાં પોઝિટિવ કેસની સંખ્યા 11400ને પાર
રાજકોટ સહિત જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 11400ને પાર પહોંચી ગઈ છે. જેમાંથી 10,000 કરતા વધુ લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે, જ્યારે જિલ્લાભરમાં 1000 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનામાં નવા દર્દીઓની સાથે સાથે દાખલ દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
કોરોના કેર સેન્ટરમાં 1818 બેડ ખાલી
સોમવાર સવારની સ્થિતિએ 1818 બેડ ખાલી હતા. માત્ર બે જ ફોન સિવિલ હોસ્પિટલમાં સારવારને લઈને આવ્યા હતા. બે ખાનગી કોવિડ હોસ્પિટલે દર્દીઓ ન હોવાથી મંજૂરી પાછી ખેંચવા કહ્યું હતું પણ તંત્રે ગ્રાહ્ય રાખી નથી. કોવિડ કેર સેન્ટર બંધ કરવા માટે અરજીઓ સ્વીકારાઈ છે.