કોરોનાએ 7 માસમાં ઘણું બદલ્યું, નેતાઓ 5 વર્ષેય હતા એવાને એવા

0
87
  • 2016થી આજ સુધીમાં મળેલા બોર્ડમાં લોકોના પ્રશ્નોની ચર્ચાના બદલે આક્ષેપો જ થયા
  • મહાત્મા ગાંધીની નહીં, ડુપ્લિકેટ ગાંધીની કોંગ્રેસ છે : કાનગડ
  • ભાજપ પણ ક્યાં વાજપેયીના સિદ્ધાંતોવાળી રહી છે : જાડેજા

2016થી આજ સુધીમાં મળેલા બોર્ડમાં લોકોના પ્રશ્નોની ચર્ચાના બદલે આક્ષેપો જ થયા

ડિસેમ્બર-2015માં રાજકોટ મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણી બાદ ભાજપ ફરી સત્તા પર આવ્યું હતું. 19 ફેબ્રુઆરીએ પ્રથમ બોર્ડ મળ્યું ત્યારથી અત્યાર સુધી એટલે કે 5 વર્ષ સુધીમાં જેટલા જનરલ બોર્ડ મળ્યા તે તમામમાં કોઈના કોઈ મુદ્દો શાસક અને વિપક્ષના નેતાઓએ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ સિવાય કોઈ જ નવી વાત કરી ન હતી. રાજકોટમાં 7 માસ પહેલા કોરોનાની એન્ટ્રી થઈ ત્યારથી અત્યાર સુધીમાં લોકોની રહેણીકહેણી સહિત ઘણું બધું બદલાઈ ગયું. પરંતુ, ભાજપ-કોંગ્રેસના નેતા પાંચ વર્ષમાં અનેક વખત જનરલ બોર્ડમાં મળ્યા હતા ત્યાં વિકાસ અને શહેર 10 વર્ષ પછી કેવું હશે, તેના માટે કેવું આયોજન કરવું જોઈએ. તે મુદ્દો વાત કે ચર્ચા કરવાને બદલે માત્ર તુ તુ મેં મેં જ કર્યું હતું. 5 વર્ષ પહેલા નેતાઓ જેવા હતા તેમાં આજે કોઈ બદલાવ જોવા મળ્યો ન હતો. બોર્ડની શરૂઆત રોડ સ્તાના પ્રશ્નથી થઇ હતી અને અંત એક બીજાના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓના ઉચ્ચારણ સાથે આવ્યો હતો. ભાજપના ઉદય કાનગડે કોંગ્રેસને કૂવાના ડેડકા સાથે સરખાવ્યા હતા અને કહ્યું કે, કૂવાના દેડકાને સમુદ્રની ખબર ન હોય તેમ કોંગ્રેસને કંઇ ખબર જ નથી. આ કોંગ્રેસ મહાત્મા ગાંધીની નહીં પણ નકલી ગાંધીની છે. જેના જવાબમાં કોંગ્રેસના ઘનશ્યાસિંહ જાડેજાએ કહ્યું કે, ભાજપ ક્યાં અટલ બિહારી વાજપાયીના સિદ્ધાંતોવાળી રહી છે. શ્રીફળ વધેરવા સાથે જ હોવ છો છતાં આવું કહો છો

ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઓછા વિકાસ કામો થયા છે તેવું કોંગ્રેસના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાએ કહેતા ધારાસભ્ય અને કોર્પોરેટર અરવિંદ રૈયાણી ઊભા થયા અને કહ્યું બેન મારી ગ્રાન્ટમાંથી તમારા વોર્ડ નં.3માં અનેક સોસાયટીમાં ડામર કામ થયા અને તેના પ્રારંભે શ્રીફળ ફોળવામાં આપ પણ મારી સાથે જ હોવ છો છતાં આવી વાત કરો તે યોગ્ય નથી.બળુકા કોર્પોરેટરના વોર્ડમાં જ કામ થાય છે કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો એક બીજા પર આક્ષેપ કરી રહ્યા હતા ત્યારે ભાજપના સિનિયર કોર્પોરેટર કશ્યપ શુક્લ ઊભા થયા અને કહ્યું, અત્યારે કોન્ટ્રાક્ટર્સ એકથી વધુ વોર્ડમાં કામ રાખે છે તેથી જે બળુકા કોર્પોરેટર હોય, પ્રદેશના આગેવાન હોય તેના વોર્ડમાં પહેલા ડામર કામ થાય છે. એવું ન થવું જોઇએ તમામ વોર્ડમાં એક સમાન કામ થવા જોઇએ. આવું કહેતા કોંગ્રેસના તમામ કોર્પોરેટરોએ તાલીઓ વગાડી તેમને આવકાર્યા હતા તો સામે શુક્લે કહ્યું કે, હું તમારા કોંગ્રેસના ગાયત્રીબા વાઘેલાની વાત કરું છું. વોર્ડ નં.3માં જ ડામર કામ થાય છે.

ત્રણ વર્ષમાં ડામર કામના 67 સેમ્પલ નાપાસ
મ્યુનિ. કમિશનરે બોર્ડને જણાવ્યું હતું કે, 1 એપ્રિલ 2017થી 31 માર્ચ 2020 સુધીમાં ડામરના 3397 સેમ્પલ લેવાયા હતા. તેમાંથી 73 સેમ્પલ ટેલરન્સ લિમિટમાં પાસ થયા હતા અને 67 સેમ્પલ નાપાસ થયા હતા. બાકીના બધા પાસ થયા હતા.

પ્રથમ જનરલ બોર્ડ અને અંતિમ બોર્ડમાં એક સરખા દૃશ્યો અને આક્ષેપબાજી

19 ફેબ્રુઆરી, 2016 | એ સમયે જૈમનભાઈ ઉપાધ્યાય મેયર હતા વિપક્ષમાં કોંગ્રેસના નેતાઓએ પ્રથમ બોર્ડમાં જ આક્રમક વલણ અપનાવીને વિકાસની વાતો કરવાને બદલે માત્ર ગોકીરો કરીને બોર્ડ પૂરું કર્યું હતું.

19 ઓક્ટોબર, 2020 | પાંચ વર્ષ બાદ માત્ર હોદૈદારો બદલાયા હતા. દર વખતે બોર્ડમાં જે રીતે ઉદય કાનગડ મોરચો સંભાળે છે. છેલ્લા બોર્ડમાં તો કાનગડે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ પર આક્ષેપ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here