આજથી 30 નવેમ્બર સુધી દોડશે રેલ્વેની 392 સ્પેશિયલ ટ્રેન, જાણો કેટલું હશે ભાડુ

0
103

ભારતીય રેલ્વેએ પ્રવાસીઓને મોટી ભેટ અને રાહત આપી છે. રેલ્વેએ આજથી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. પ્રવાસીઓની સુવિધાઓ માટે આજથી 392 વિશેષ રેલવે ટ્રેન દોડતી કરવામાં આવી છે. પશ્ચિમ રેલ્વેના જણાવ્યાનુંસાર 392 સ્પેશિયલ ટ્રેનો આરક્ષિત રહેશે.


આ સ્પેશિયલ ટ્રેનોમાં બુકિંગ 20 ઓક્ટોબરથી 22 ઓક્ટોબરની વચ્ચે કરી શકાય છે. જોકે પ્રવાસીઓએ કોરોનાના નિયમોનું પાલન કરવું ફરજીયાત છે. રેલ્વેએ જાહેર કર્યું હતું કે દુર્ગા પૂજા, દશેરા, દિવાળી અને છઠને ધ્યાનમાં રાખીને ઓક્ટોબર અને નવેમ્બરની વચ્ચે રેલ્વે 392 તહેવાર સ્પેશિયલ ટ્રેનો દોડાવશે. આ ટ્રેનો 20 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી ચલાવવામાં આવશે. વિશેષ ટ્રેન કોલકત્તા, પટના, વારાણસી, લખનઉ જેવા શહેરો માટે ચલાવવામાં આવશે.

 
રેલ્વે  ટ્રેનોનું ભાડુ સામાન્ય ટ્રેનના ભાડા કરતા 30 ટકા વધારે રહેશે. ઉલ્લેખનીય છે કે રેલ્વે રોજની 12 હજાર ટ્રેન ચલાવી રહ્યું છે. મુસાફરોની માંગને ધ્યાનમાં રાખી ધીરે ધીરે ટ્રેનો શરુ કરવામાં આવી રહી છે. જોકે તમામે કોરોનાને લગતા સુરક્ષાના નિયમોનું પાલન કરવાનું રહેશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here