માનસ જગંદબા દરમ્યાન ગિરનારની ટુંક પર મોરારિ બાપુ ગરબે ઘુમ્યા

0
102
  • વ્યાસપીઠ પર નીચે ઉતરી બાજુએ એકલા જ ગરબા લેતા ભાવિકો ભાવવિભોર


માનસ જગદંબાના આજના ત્રીજા દિવસના કથારંભે, પોતાની કથા- યાત્રામાં પ્રથમ વખત જ વ્યાસપીઠ પરથી ઉતરીને પૂજ્ય બાપુએ ગરબા લીધા હતા. આ પૂર્વે ઘણીવાર કથાગાન દરમિયાન બાપુ કહેતા રહેલા કે – નસ્ત્રમને એવું લાગે છે કે ક્યારેક  વ્યાસપીઠ પર ઉતરીને હું ય ઠૂમકું લગાવી લઉં! ગિરનારનાં ગુ-શિખર પર ભગવાન દત્તાત્રેયનાં ચરણોમાં સ્થિત કમળ કુંડ પર, હર્ષિત થયેલા મોરારીબાપુએ કથાગાન દરમિયાન વ્યાસપીઠ પરથી ઉતરીને માં પાવા તે ગઢથી ઉતયર્.િ ગરબા ગાન સાથે નર્તન કર્યું હતું. ભાવાર્દ્ર સ્વરે બાપુએ કહ્યું પણ ખં કે, મા!  અહીં સુધી આવ્યા હોઇએ અને કંઈ અનુભવ કયર્િ વિના પાછા ફરીએ, તો જીવતરમાં ધૂળ પડી!


બાપુએ જણાવ્યું કે – અહીંથી ઉતરવું એટલે ભૈરવ જપ ખાધા વિના ભૈરવી કરતા ઉતરવું. આજની કથામાં એક સરળ, સહજ, સત્વશીલ સાધુ પુષના આંતરિક વૈભવનાં દર્શન કરીને જાણતલ શ્રોતાઓ પરમ ધન્યતાનો અનુભવ પામ્યા. રાસનાં માધ્યમથી ડાન્સિંગ-કથા કહેતા બાપુએ – નસ્ત્રચૌદશે ચિતડું કહ્યું કરે નહીં માં. પંક્તિથી આગળ ગાયું કે – ગજીએ તોડી નાખ્યું ઘરનું તાળું…..ત્યારે જાણે બાપુ ભાવ સમાધિમાં જતા રહ્યા હોય એવું અનુભવાયું. પ્રકૃતિના ખોળે પ્રકૃતિનું બાળક રમતું હોય એવી નિર્મળ પ્રસન્નતાથી  અસ્તિત્વ જાણે અસ્તિત્વ સામે ભાવ નૃત્ય કરતું હતું. લટકા કરે બ્રહ્મ પાસે – કહેતા નરસિંહ મહેતા અહીં જુદા સંદર્ભમાં યાદ આવે! આ સમયે પ્રસિદ્ધ ભજનીક નિરંજન પંડ્યાએ  જાણે બાપુને સંબોધીને પદ ઉપાડયું કે – ખડબાવા તું હળવો હળવો હાલ્ય જો, ગરવાને માથે રે ખડિયો ઝળૂંબિયો.


કથા શ્રવણ કરનારાને અનુભવાયું કે ક્યારેક બાપુમાં ભક્ત નરસિંહ મહેતાનો ભાવ પ્રગટ થતો હતો, ક્યારેક ગિરનારી બાવાનું સ્વપ પ્રગટ થયું હતું, ક્યારેક શરદપૂનમની રાતે વૃંદાવનમાં કૃષ્ણ સંગ રાસ લેતી ગોપીનું દર્શન થતું હતું, ક્યારેક પ્રકૃતિ માતાની ગોદમાં ખેલતાં નાનકડાં બાળ ગોપાલનાં દર્શન થતાં હતાં, તો ક્યારેક યુગોથી સમાધિષ્ટ અવધૂત જાગીને જાણે પરમ તત્વની પ્રાપ્તિની પ્રસન્નતા દશર્વિતો હતો. રાસ, ગરબા, ગરબી, પદ, કીર્તન, ભક્તિ ગીત, ફિલ્મી ગીત, દુહા, છંદ, ચોપાઈ , લોકગીત, ભજન, ભવાઈ ગીત… એમ ગીત-સંગીતનાં વૈવિધ્ય સાથે મોરારીબાપુ દ્વારા થતી નૃત્ય કથા માણીને વ્યક્તિ અને સમષ્ટીએ પરમનંદ અનુભવ્યો.


માનસ જગદંબાનાં ચિંતનમાં પ્રવેશતા બાપુએ કહ્યું કે – નસ્ત્રઆપણા સાહિત્યિક ગ્રંથોમાં સોળ શણગાર દશર્વ્યિા છે. બાલિકા, ક્ધયા કુમારી, યુવતી, પત્ની, માતા , સૌભાગ્યવતી અને વિધવા સ્વરૂપે માતૃશરીરનાં સોળ શૃંગારનું સાહિત્યમાં દર્શન થાય છે. શાસ્ત્રોમાં પણ શૃંગારના વર્ણન છે. કારણકે આપણા ઋષિઓની નાભીમાં વૈરાગ્ય છે, પણ નાસિકા શૃંગાર જોઈને સંકોચાતી નથી. પોતાની યુવાવસ્થામાં કરેલ ગિરનાર યાત્રાનું સ્મરણ કરતા પરબની વાવના સાધુ કરસનદાસ બાપુને યાદ કરી, 35 વર્ષ પહેલાના એ જમાનામાં પોતાની હૂંડી સ્વીકારાયાનું સ્મરણ કર્યું. એ વખતે સેવાદાસ બાપુએ આશ્રમની દીવાલની ભીંત પર હાથ પછાડતા કહેલું – સ્ત્રસ્ત્રકોઈ પણ સ્ત્રીને જોતાં જ્યારે સામે ભીંત ઉભી છે, એવું દેખાય ત્યારે માનવું કે વૈરાગ્ય પાક્યો!


 એક બોધ કથા કહેતાં બાપુએ કહ્યું- એક યુવાન મહાત્મા પાસે દીક્ષા લેવા જાય છે. ગુરુ એને કોબી સુધારવાનું કામ આપે છે. એક મહિના સુધી યુવક કોબીના પાંદડા ઉતારતો રહે છે. આખરે 31માં દિવસે મહાત્માને પૂછે છે કે 30 દિવસ પાંદડાં ઉતાર્યાં. પણ આમાં બીજ કેમ મળતું નથી? મહાત્મા કહે છે કે આ શાકનું નામ જ છે – કોબીજ. બીજની શોધ કરવી એ જ સાચી સાધના છે. ગુરુ કૃપાથી મૂળને શોધી કાઢવું, એ અધ્યાત્મ છે- એ જ વિજ્ઞાન છે. બીજનો પતો લાગી જાય, તો હૂંડી સ્વીકારાઈ જાય. પણ હૂડીં સ્વીકારાઈ ગયા પછી જો મૂળને ભૂલી જઈએ, તો પછી ઝાડને પડી જતાં વાર લાગતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here