વિધાનસભાની પેટાચૂંટણીમાં 8 બેઠકો પર 81 ઉમેદવાર મેદાનમાં.

0
53
  • વિધાનસભાની પેટાચૂંટણીમાં બહુકોણીય જંગ


વિધાનસભાની અબડાસા લીમડી મોરબી ધારી ગઢડા કરજણ ડાંગ કપરાડા ની બેઠકો પર ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો અંતિમ દિવસે 21 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા વિધાનસભાની પેટાચૂંટણીઓ આખરી ચિત્ર તૈયાર થયું છે. પેટા ચૂંટણીમાં 81 ઉમેદવારોએ વચ્ચે જંગ જામશે.


રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં કુલ 135 ફોર્મ ભરાયા હતા. એ પૈકીના 33 ફોર્મ ટેકનિકલ કારણોસર રદ થયા હતા અને માન્ય ફોર્મ સંખ્યા 102 થઈ હતી


સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં સૌથી નોંધનીય બાબત ડાંગ અને કપરાડા ની બેઠક પર જોવા મળી છે ડાંગમાં 9 ફોર્મ ભરાયા હતા અને એક પણ ફોમ પરત ખેંચાયું નથી તેવી જ રીતે કપરાડા ની બેઠક પર ચાર ફોર્મ ભરાયા હતા અને એક ફોર્મ પરત ખેંચાયું નથી . અત્રે નોંધવુ જરૂરી છે કે ડાંગ અને કપરાડા ની બેઠક અનુસૂચિત જનજાતિ ની બેઠક બેઠક છે.


ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે 21જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પત્ર પરત ખેંચયા હતા.જેમાં સૌથી વધુ ઉમેદવારી પત્ર પરત ખેંચવા નો રેકોર્ડ અબડાસા ની બેઠક પર સર્જાયો છે.અબડાસા ની બેઠક પર નવ ફોર્મ પરત ખેંચાયા હતાં .જોકે સૌથી વધુ20 ફોર્મ મોરબીમાં ભરાયા હતા પરંતુ મોરબીમાં માત્ર 8 પરત ખેંચાયા છે. જ્યારે અબડાસામાં 19 ફોર્મ ભરાયા હતા અને 9ફોર્મ પરત ખેંચાયા છે.


વિધાનસભાની બેઠક મુજબ અબડાસામાં હવે 10 લીંબડીમાં 14 મોરબીમાં 12 ધારીમાં 11 ગઢડામાં 12 કરજણમાં 9 . ડાંગમાં 9 અને કપરાડામાં 4 ઉમેદવારો છે .આમ વિધાનસભાની પેટાચૂંટણીમાં 81 ઉમેદવારો મેંદાન માં રહ્યા છે.


ફોર્મ પરત ખેંચવાની આ બાબતમાં અબડાસામાં નવું ફોર્મ પરત ખેંચાયા છે મોરબીમાં 8 ધારીમાં 1ગઢડામાં 1 કરજણમાં 1 ફોર્મ પરત ખેંચાયા છે. ચૂંટણીપંચની યાદીમાં જણાવાયું છે રાજ્યની 8 વિધાનસભાની પેટાચૂંટણીમાં 81 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે આઠ બેઠકો પૈકીની ત્રણ બેઠકો અનુસૂચિત જાતિની છે અને પાંચ બેઠકો સામાન્ય છે. તમામ બેઠકો પર ભાજપ કોંગ્રેસ અપક્ષ અને અન્ય પક્ષો વચ્ચે જંગ જામ્યો છે.

  • કુલ 135 ફોર્મ ભરાયા

33 ફોર્મ ટેકનિકલ કારણોસર રદ,
21 ઉમેદવારી પત્ર પરત ખેંચાયા
પરિણામ 81 ઉમેદવાર મેદાન.
વધુ 9 ફોર્મ અબડાસામાં પરત ખેંચાયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here