ઈકોનોમીને બૂસ્ટ આપવા સરકાર આપી શકે છે બીજું રાહત પેકેજ: નાણા મંત્રીએ આપ્યા સંકેત

0
88

નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, સરકારે અર્થવ્યવસ્થા પર કોવિડ-19 મહામારીના પ્રબાવ અને તેનાથી જીડીઙ્કીમાં સંભવિત ઘટાડાનું આંકલન શરૂ કરી દીધું છે. નાણા મંત્રીએ આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે વધુ એક રાહત પેકેજ આપવાની સંભાવનાઓનં સંકેત આપ્યા હતા.


નિર્મલા સીતારમણે કહ્યું કે, મેં પ્રોત્સાહનની વધુ એક ડોઝના વિકલ્પ્ને બંધ કર્યો નથી. દર સમયે જ્યારે અમે પ્રોત્સાહન પેકેજની ઘોષણા કરી છે, તે ખુબ જ વિચાર વિમર્શ અને સમજી વિચાયર્િ બાદ જાહેર કરાયું છે. આ ઉપરાંત સીતારમણે જણાવ્યું કે, ઓક્ટોબર મહિનાની શરૂઆતથી જ અર્થવ્યવસ્થામાં આવનાર ઘટાડા અંગે આંકલન શરૂ કરી દીધું છે અને તેના અનુમાન જલ્દી અમે જણાવીશું.


ઉલ્લેખનીય છે કે, ભારતીય રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થામાં 9.5 ટકા ઘટાડાનું અનુમાન કર્યું છે. તો  આઈએમએફ અને વિશ્વ બેંકે ભારતીય અર્થવ્યવસ્થામાં ક્રમશ: 10.3 ટકા અને 9.6 ટકા ઘટાડાનું અનુમાન કર્યું છે. સરકારે આ પહેલાં મે મહિનામાં 20 લાખ કરોડ રૂપિયાનું આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી હતી. અને હવે સરકાર તહેવારી સિઝન શરૂ થવા પહેલાં અર્થવ્યવસ્થાને પાટા પર પરત લાવવા વધુ એક રાહત પેકેજનું પગલું ભરી શકે છે. દેશમાં લોકડાઉનને કારણે એપ્રિલ-જૂનમાં જીડીઙ્કીમાં 23.9 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here