કરોડપતિ ક્લાર્ક: બાહુબલી 2000 કરોડનો આસામી, IAS અધિકારીઓને ચપટીઓમાં બદલી કરાવતો ક્લાર્ક !

0
439

પાટણ : પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા અત્યંત ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવતો વર્ગ 3 કર્મચારી 2000 કરોડનો આસામી હોવાનો ઘટસ્ફોટ કિરીટ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. તેવામાં સવાલ થાય છે મોટા મોટા ઉદ્યોગપતિઓને પણ શરમાવે તેટલી સંપ્તતી વર્ગ 3ના અધિકારીની છે. જેનો માત્ર 30-40 હજાર રૂપિયા પગાર છે તે વ્યક્તિ 2000 કરોડ રૂપિયાનો આસામી કઇ રીતે હોઇ શકે. હાલ તો આ દાવાના કારણે તમામ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. 

એક તરફી પ્રેમમાં પાગલ યુવતીએ પ્રેમીની પત્નીને ફટકારી, પોલીસની સામે હાથની નસો કાપી અને પછી…

પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે ગાંધીનગર કલેકટરને આ અંગે પત્ર લખ્યો છે. પત્રમાં વર્ગ 3 ના કર્મચારીની માહિતી માંગવામાં આવી છે. આટલું જ નહી આ કર્મચારીઓ પર હાથ નાખતા આઇએએસ અધિકારી અને આઇપીએસ અધિકારીઓ પણ હાથ નાખતા ગભરાય છે. જો તેને કંઇ પણ કહો તો તે અધિકારીની બદલી કરાવી નાખવા જેટલી શક્તિ આ વર્ગ 3નો કર્મચારી ધરાવતો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. જેના કારણે આઈએએસ, આઇપીએસ અધિકારીઓ પણ મને ક મને આ કર્મચારીને છાવરી રહ્યા છે. 

જનતા કોંગ્રેસનો કાળો પંજો ક્યારેય ગુજરાતની તિજોરી પર પડવા નહિં દે: પ્રશાંત વાળા

આ ઉપરાંત એક આઈપીએસ અધિકારીની મદદથી વર્ગ 3ના આ VIP કર્મચારીએ 100 કરોડ રૂપિયાની જમીન પચાવી પાડી છે. ખાનગી ડોકટર પાસેથી 100 કરોડની જમીન પચાવી પાડી હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત આ વર્ગ 3 નો કર્મચારી કાયદેસર રીતે નોકરી પણ નથી લાગ્યો. તેણે શરૂઆત જ કૌભાંડથી કરી હતી. આ કર્મચારી ખોટા પ્રમાણપત્ર આધારે નોકરી મેળવ્યાનો આક્ષેપ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here