કોરોનાની ઝડપ ઘટીને અડધી થઇ ગઇ

0
100
  • સપ્ટેમ્બરની શઆતમાં 92 ટકા રેશિયો હતો જે ઘટીને 92 ટકા થઇ ગયો


સમગ્ર વિશ્વમાં તેમજ ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે એક સારા સમાચાર છે. છેલ્લા 30 દિવસમાં કોવિડ -19 દેશમાં તેના સર્વોચ્ચ શીખરે પહોંચ્યા બાદ સંક્રમણના ફેલવાના દર અડધાથી વધુ ઘટાડો નોંધાયો છે. ડેટા દશર્વિે છે કે જ્યારે તે સપ્ટેમ્બરની શરુઆતમાં 92% હતો, તે પછી તે સતત ઘટીને 42% થઈ ગયો. આમ ટોટલ 50% ના ઘટાડા સાથે મહામારી સામે જીતવાની આશા વધી ગઈ છે.


આ ઘટાડો દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘટી રહેલા આંકડા અને ઘણા રાજ્યોમાં જોવા મળેલી કોરોના સંક્રમણની સ્થિતિમાં સુધારણાને કારણે છે. સૌથી મોટી અસર છત્તીસગઢમાં જોવા મળી છે જ્યાં કોરોનાના નવા કેસમાં 291% ઘટાડો નોંધાયો છે. ગત મહિને અહીં કોરોનાનો વિકાસ દર 97% હતો જોકે આ પહેલા પણ તે 18 ઓગસ્ટથી 18 સપ્ટેમ્બરની વચ્ચે 388% નીચે ગયો હતો.
બીજી બાજુ, પંજાબમાં 132%, ઓડિશામાં -109%, ઉત્તર પ્રદેશમાં -78% અને હરિયાણામાં, -76% નો ઘટાડો થયો છે. દેશમાં કોરોનાથી પ્રભાવિત સૌથી ખરાબ સ્થિતિ ધરાવતા ચાર રાજ્યો પૈકી આંધ્રપ્રદેશમાં સૌથી મોટો -70% ઘટાડો નોંધાયો છે. ત્યાર પછી કણર્ટિક(-56) અને મહારાષ્ટ્ર(-53) રાષ્ટ્રીય સરેરાશથી ઉપર છે.


તેવી રીતે તામિલનાડુમાં -22ઙ્કીઙ્કીનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. ફક્ત કેરળમાં વૃદ્ધિ દરમાં તેજી જોવા મળી હતી જ્યારે દિલ્હીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. રાજસ્થાનમાં -18 અને બિહાર -27નો ઘટાડો નોંધાયો છે. આ આંકડાઓ માટેનો 18 સપ્ટેમ્બરની તારીખને કટઓફ તારીખ ગણવામાં આવી છે. કારણ કે તેના એક દિવસ પહેલા એટલે કે 17 સપ્ટેમ્બરના દિવસે દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ સિંગલ ડે કેસ નોંધાયા હતા.


તો સોમવારે દેશમાં કોરોનાના કુલ 44,913 નવા કેસો જોવા મળ્યા હતા. જે 21 જુલાઈથી અત્યાર સુધી એક દિવસમાં કોરોના કેસમાં થનારો સૌથી ઓછો વધારો છે. તો સોમવારે મહારાષ્ટ્રમાં ફક્ત 5,984 કેસ જોવા મળ્યા હતા. જે છેલ્લા 104 દિવસમાં સૌથી ઓછા છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે સપ્તાહના અંતે સ્ટાફની અછતને કારણે ઓછા પરીક્ષણને કારણે સોમવારે નીચા આંકડા નોંધાય છે. મુંબઈમાં 1,234 કેસ નોંધાયા હતા, જે 48 દિવસમાં સૌથી ઓછા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here