રાજ્યમાં 75 તાલુકામાં મેઘરાજા મહેરબાન, સૌરાષ્ટ્રમાં અવિરત મેઘાનું હેત વરસવાનું જારી, ખંભાળિયામાં 5 ઈંચ વરસાદ

0
292

ગઈકાલે રાજ્યના 215 તાલુકામાં 16 ઈંચ સુધીનો વરસાદ નોધાયો સૌથી વધુ જામનગરના કાલાવડમાં 16 ઈંચ ખાબક્યો હતો

ગાંધીનગર. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા અવિરત મેઘમહેર વરસાવી રહ્યા છે. તેમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છ પર મેઘો મહેરબાન થયો છે.  ત્યારે આજે પણ સવારે 10 વાગ્યા સુધી રાજ્યમાં 75 તાલુકામાં વરસાદ નોઁધાયો છે. સૌથી વધુ 127 મિમિ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં નોઁધાયો છે. જ્યારે જામજોધપુરમાં 76 મિમિ, રાણાવાવમાં 70 મિમિ,  માણાવદરમાં 55 મિમિ, કાલાવડમાં 52 મિમિ, લાલપુર અને ભાણવડમાં 49 મિમિ,  રાજકોટના ઉપલેટામાં 46 મિમિ, જૂનાગઢના વંથલીમાં 40 મિમિ, પોરબંદર અને કુતિયાણામાં 36 મિમિ, ધોરાજીમાં 31મિમિ જૂનાગઢમાં 26 મિમિ અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 25 મિમિ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

આજે સવારે  6 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન 1 ઈંચ સુધીનો વરસાદ

જિલ્લોતાલુકોવરસાદ (મિમિમાં)
દેવભૂમિ દ્વારકાખંભાળિયા127
જામનગરજામજોધપુર76
પોરબંદરરાણાવાવ70
જૂનાગઢમાણાવદર55
જામનગરકાલાવડ52
જામનગરલાલપુર49
દેવભૂમિ દ્વારકાભાણવડ49
રાજકોટઉપલેટા46
જૂનાગઢવંથલી40
પોરબંદરપોરબંદર36
પોરબંદરકુતિયાણા36
રાજકોટધોરાજી31
જૂનાગઢજૂનાગઢ26
જૂનાગઢજૂનાગઢ શહેર26
દેવભૂમિ દ્વારકાકલ્યાણપુર25


ગઈકાલે16થી લઈને 4 ઈંચ સુધી 18 તાલુકામાં વરસાદ નોઁધાયો
ગઈકાલે રાજ્યના 215 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ જામનગરના કાલાવડમાં 16 ઈંચ,  દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, જામનગરના ધ્રોલ અને રાજકોટના પડધરીમાં 9 ઈંચ,  જામનગરના જોડિયા અને કચ્છના ભચાઉમાં 7 ઈંચ,  રાજકોટના લોધિકામાં 6 ઈંચ,  રાજકોટ કચ્છના અંજાર અને ગાંધીધામમાં 5 ઈંચ વરસાદ નોઁધાયો છે. ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ભાણવડ, કચ્છના રાપર, ડાંગના વધઈ, મોરબીના ટંકારા અને ગીર સોમનાથના સુત્રાપાડામાં 4-4 ઈંચ વરસાદ નોઁધાયો હતો.

ગઈકાલે 6 જુલાઈએ રાજ્યમાં 18 તાલુકામાં નોંધાયેલો 100 મિમિ સુધીનો વરસાદ

જિલ્લોતાલુકોવરસાદ (મિમિમાં)
જામનગરકાલાવડ392
જામનગરજામનગર236
દેવભૂમિ દ્વારકાખંભાળિયા235
રાજકોટપડધરી230
જામનગરલાલપુર221
જામનગરધ્રોલ208
જામનગરજોડીયા195
કચ્છભચાઉ169
રાજકોટલોધિકા144
કચ્છઅંજાર143
રાજકોટરાજકોટ132
કચ્છગાંધીધામ118
દેવભૂમિ દ્વારકાભાણવડ106
કચ્છરાપર103
ગીર સોમનાથકોડીનાર102
ડાંગવધઈ102
મોરબીટંકારા100
ગીર સોમનાથસુત્રાપાડા100

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here