ગુજરાતની શક્તિપીઠ અંબાજી મંદિરનું મહાત્મ્ય

0
79

વર્ષો પૌરાણિક  અંબાજીનું મંદિર ગુજરાતની શક્તિપીઠ થી જાણીતું છે જ્યાં શ્રદ્ધાળુ ભાવિકોની લાંબી લાઈનો લાગે છે ત્યારે અહીં દેવી સતીનું હૃદય પડ્યું હોવાની માન્યતા  છે. ત્યારે એવું પણ કહેવાય છે કે આ મંદિર પાસે ગબ્બર પહાડ ઉપર માતા દુર્ગાના પગ અને રથના પણ નિશાન છે .

ગુજરાત અને રજસ્થાનની સીમા પણ આવેલ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અંબાજીનું મંદિર સ્થિત થયેલું છે.આ મંદિર દેશના સૌથી જૂના અને પવિત્ર શક્તિ તીર્થ સ્થાનોમાંથી એક છે.તેમજ આ 51 શક્તિપીઠોમાંથી એક છે. તેમજ ગુજરાત- રાજસ્થાન સીમા નજીક અરાવલ્લી શ્રુંખલાના આરાસુર પરવટ ઉપર સ્થિત સિદ્ધપીઠ અંબાજી મંદિર પણ દેશનું એક ખુબજ પ્રાચીન મંદિર છે. આ મંદિર પન લગભગ  ૧૨૦૦ વર્ષ જૂનું અને આરસપહાણથી બનેલું ભવ્ય મંદિર છે.આ મંદિરનું શિખર  103 ફૂટ ઊંચું અને સોનાથી બનેલું છે. મંદિરની સુંદરતા વધારતા આ શિખરને જોવા માટે લોકો દેશ વિદેશથી આવે છે.

એક માન્યતા અનુસાર વર્ષોથી પ્રગટી રહેલી અખંડ જયોત ક્યારેય ઓલવતી નથિ. આ મંદિર માં માતા આંબાની પૂજા શ્રીયંત્રની આરાધનાથી થાય છે.જે સીધી આંખથી જોઈ શકતી નથી. અહી માતાજીને કરવામાં આવતો શ્રીયંત્રનો શૃંગાર માટેનો સાક્ષાત હોવાનો અનુભવ કરાવે છે.

ગબ્બર પહાડનો મહિમા 
અંબાજીના મંદિરથી ૩ કિલોમીટર દુર આવેલ ગબ્બર પહાડ પર માતા અંબાના પગના નિશાન અને રથના ચિહ્નો આવેલા છે,માતાના દર્શન કરનાર ભક્તો આ પર્વત ઉપર પથ્થર ઉપર બનેલા માતાના પગના નિશાન જોવા માટે અચૂક આવે છે.તેમજ નવરાત્રી દરમિયાન શ્રધાળું અહી વિશાળ  સંખ્યામાં ઉમટી પડે તેમજ મંદિરના ફળિયામાં ગરબા કરીને શક્તિની આરાધના કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here