અલાસ્કાના કાંઠે 7.5ની તીવ્રતાનો ભૂકંપ: સુનામીના મોજા ઉછળ્યા

0
102

અમેરિકામાં કોરોનાના કહેર વચ્ચે સુનામીનો ખતરો પણ આવી ગયો છે. અલાસ્કાના કાંઠે પહેલા 7.5ની તીવ્રતાનો પ્રથમ ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી, જેના કારણે લોકો સલામત સ્થળોએ રવાના થયા હતા. ભૂકંપ દરમિયાન કેટલાક સ્થળોએ 1.5 થી 2 ફૂટ ઊંચાઈની સુનામીના મોજા પણ ઉછળતા જોવા મળ્યા હતા. બાદમાં ચેતવણીને એડવાઈઝરીમાં ફેરવી દીધી હતી.

આ ભૂકંપ સેન્ડ પોઇન્ટ શહેરથી 94 કિમી દૂર જમીનથી 41 કિમી નીચે હતો. કેનેડી પ્રવેશથી યુનિમેક પાસ તરફ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. નેશનલ ઓશિયોનિક એન્ડ એટમોસ્ફીરિક એડમિનિસ્ટ્રેશનએ જણાવ્યું હતું કે સાંજના પાંચ વાગ્યે 7.5ની તીવ્રતાનો આંચકો લાગ્યા હતો. તીવ્રતા પાછળથી અપગ્રેડ કરવામાં આવી હતી. અલાસ્કા ભૂકંપ કેન્દ્રના જણાવ્યા અનુસાર, પ્રથમ કંપ્ન પછી વધુ બે આંચકા અનુભવાયા, જેની તીવ્રતા 5થી વધુ હતી


3અસરગ્રસ્ત વિસ્તારના લોકોને મેસેજ દ્વારા સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. નેશનલ વેધર સર્વિસે લોકોને ચેતવણી આપી છે કે શક્તિશાળી મોજાઓ અને પ્રવાહ તેમના નજીકના દરિયાકાંઠે અસર કરી શકે છે. લોકોને જોખમની ચેતવણી આપીને કિનારેથી દૂર રહેવા અને ઊંચાઈના વિસ્તારમાં જવાનું પણ કહેવામાં આવ્યું હતું.


આ પછી લોકો સલામત સ્થળોએ જવા રવાના થયા હતા. સુનામીના નાના મોજા સેન્ડ પોઇન્ટના કેટલાક સ્થળોએ જોવા મળ્યા હતા. જો કે, એઙ્ગઓએએએ બાદમાં ચેતવણીને સલાહમાં ફેરવી દીધી હતી. આ સાથે જાણ કરવામાં આવી હતી કે સુનામીના મોજાને કારણે વધારે નુકસાન થવાની સંભાવના નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here