જે મેદાનોમાં ગત વર્ષે ઢોલ અને DJના તાલે રાસની રમઝટ બોલતી તે મેદાનો આજે સુમસામ ભાસે છે, રાત્રે લોકો નીકળતા પણ ડરે છે

0
77

રાજકોટમાં ગત વર્ષે નવરાત્રિમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા, આ વર્ષે મેદાન ખાલીખમ

  • જ્યાં ગરબાની રમઝટ બોલતી તે મેદાનમાં પાણી ભરાયેલું જોવા મળ્યું
  • રેસકોર્સ ગ્રાઉન્ડ ખાલીખમ જોવા મળ્યું

રાજકોટ સહિત ગુજરાતભરમાં નવલા નોરતાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કોરોનારૂપી ગ્રહણ આ વખતે ખેલૈયાઓને ઘરમાં જ રાસ-ગરબા રમવા મજબૂર કરી દીધા છે. એક સમયે જ્યાં રાજકોટના અનેક ગ્રાઉન્ડમાં રાત્રે પણ સૂરજ ઉગતો અને ઢોલ- ઓરકેસ્ટ્રાના તાલે હજારો ખેલૈયાઓ રાસની રમઝટ બોલવાતા હતા, ત્યા Divyabhaskarએ રેસકોર્સ ગ્રાઉન્ડ અને D.H. કોલેજના મેદાનની મુલાકાત લીધી તો ગ્રાઉન્ડ અંધારાપટમાં સુમસામ ભાસી રહ્યું હતું. નોરતા દરમિયાન જે ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ રાત્રે 1 વાગ્યા સુધી આંટાફેરા કરતા જોવા મળતા આજે તે જ ગ્રાઉન્ડમાં કે તે રસ્તા પર રાત્રે નીકળવું હોય તો 2 વાર વિચાર કરે છે.

રાજકોટમાં ગરબા રમતા ખેલૈયાઓ

રાજકોટમાં ગરબા રમતા ખેલૈયાઓ

આ વર્ષે સહિયર ગ્રુપે ઓનલાઈન ગરબા શરૂ કર્યા છે
કોરોનાની મહામારીના કારણે સહિયર ગ્રુપે મેદાનમાં કે જાહેર જગ્યા પર ગરબા રમવાના બદલે ઓનલાઈન ગરબા શરૂ કર્યા છે. સહિયર ગ્રૃપના પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળા જણાવે હતું કે, કોઈ ખેલૈયા કે પ્રેક્ષકોને નિમંત્રિત કર્યા વિના એક જ સ્થળેથી રોજે રોજ મા અંબાની આરતી અને ગરબા નામાંકિત કલાકારો રજૂ કરી રહ્યાં છે અને લોકો સહિયર રાસોત્સવની યૂ-ટ્યૂબ ચેનલ પર અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન પણ જોઈ રહ્યાં છે. લોકો ઘેર બેઠા નવરાત્રિ માણી રહ્યાં છે અને ગરબા રમી પણ રહ્યાં છે. કલાકારો તેજસ શિશાંગિયા, રાહુલ મેહતા, સાજીદ ખ્યાર, ચાર્મી રાઠોડ સૂર રેલાવી રહ્યાં છે. સાથે જ જણાવ્યું હતું કે દર વર્ષની નવરાત્રી જેટલા જ વાદક અને રિધમ સાથે ખોડીદાસ અને કી-બોર્ડ પ્લેયર દીપક વાઢેર રંગ જમાવી રહ્યાં છે.

આ વર્ષે મેદાન ખાલીખમ જોવા મળ્યા, ગત વર્ષે આ જ મેદાનમાં ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી

આ વર્ષે મેદાન ખાલીખમ જોવા મળ્યા, ગત વર્ષે આ જ મેદાનમાં ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી

સરગમ ગોપીરાસ બંધ રહેતા હેમુ ગઢવી હોલમાં માતાજીના સ્થાપના કરવામાં આવી
આ વખતે સરગમ ગોપીરાસનું આયોજન રદ્દ કરવામાં આવ્યું છે. પરંતુ માતાજીની સ્થાપના અને આરતીની મંજૂરી હોવાથી સરગમ પરિવાર દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે માતાજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે અને પ્રથમ નોરતે વૈષ્ણવ સંપ્રદાયના બાવાશ્રી વ્રજરાયજી મહારાજે ખાસ ઉપસ્થિત રહી આરતીમાં ભાગ લીધો હતો અને આશીર્વચન કહ્યા હતા. સરગમ ક્લબે માતાજીની સ્તુતિની પરંપરાને તૂટવા નથી દીધી. સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર, હેમુ ગઢવી હોલમાં નવરાત્રિના 9 દિવસ રોજ રાત્રે 9/30 થી 10/30 એક કલાક માટે માતાજીની આરતી કરવામાં આવી રહી છે.

ગત વર્ષે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા હતાં

ગત વર્ષે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા હતાં

સરગમ ગોપીરાસ મહિલાઓ માટે જ થાય છે
મહત્વનું છે કે સરગમ ગોપીરાસ મહિલાઓ માટે જ થાય છે. વર્ષોથી સરગમ ગોપીરામાં પુરૂષોને રમવા પર નો એન્ટ્રી છે. જ્યાં ગાયક કલાકારથી લઈને ઓરકેસ્ટ્રા પણ લેડીઝના જ હોય છે. સરગમ ગોપીરાસમાં દર વર્ષે અલગ અલગ સ્પર્ધા પણ યોજાઈ છે. જો કે કોરોનાની મહામારી વચ્ચે આ વર્ષે એક પણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here