પરપ્રાંતિયો પર હુમલા મામલે બિહારમાં CM રૂપાણી અને અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ દાખલ

0
217

અમદાવાદ: બિહારના મુઝફ્ફરપુરની અદાલતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી રૂપાણી અને અલ્પેશ ઠાકોર સામે ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલા હુમલાઓ મામલે ફરિયાદ દાખલ કરવાનો આદેશ અપાયો છે. નોંધનીય છે કે ગયા વર્ષે ગુજરાતમાં પરપ્રાંતિય પર હુમલાઓ થયા હતા. આ હુમલાઓના સંદર્ભમાં કરવામાં આવેલી અરજીના જવાબમાં સબ ડિવિઝનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સબા આલમે આદેશ કર્યો હતો.

એક રિપોર્ટ અનુસાર, એક્ટિવિસ્ટ તમન્ના હાશમીએ કરેલી અરજીના જવાબમાં કોર્ટેના આદેશ બાદ મુઝફ્ફરપુરના કાન્ટી પોલીસ સ્ટેશનમાં રૂપાણી તેમજ અલ્પેશ ઠાકોર સામે કલમ 153, 295 અને 504 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જાહેર સુલેહશાંતિના ભંગ અને રાજકીય હેતુપ્રેરિત હુલ્લડ પ્રેરવા અંગે આ ફરિયાદ દાખલ થઈ છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે અમદાવાદમાં એક પરપ્રાંતિય વ્યક્તિએ બાળકી પર કથિત બળાત્કાર ગુજાર્યો હોવાના સમાચાર બાદ સમગ્ર રાજ્યમાં પરપ્રાંતિઓ પર હુમલાઓની ઘટનાઓ બની હતી. હુમલાઓને પગલે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતિયો હિજરત કરવા મજબૂર બન્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here