જેલમાં બંધ 4 આરોપીમાંથી એક સગીર નીકળ્યો, CBIએ સસ્પેન્ડ થયેલા પોલીસકર્મીઓને સવાલ પૂછ્યા

0
99

આ તસવીર હાથરસના બુલગઢી ગામની છે. ગત દિવસોમાં CBIએ ગામમાં જઈને આરોપીઓના પરિવારજનોની પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેમનાં ઘરોમાંથી પુરાવા ભેગા કર્યા હતા.

  • આરોપી લવકુશના ઘરેથી મળી આવેલી માર્કશીટથી ઘટસ્ફોટ થયો
  • પોલીસકર્મીઓ પર દસ્તાવેજને નજરઅંદાજ કરવાનો આરોપ

ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત યુવતી સાથે કથિત ગેંગરેપ અને તેના મોતના કેસની તપાસ CBI કરી રહી છે. આ બધાની વચ્ચે CBIને એવો પુરાવો મળ્યો છે, જે આ કેસમાં શરૂઆતથી જ સવાલોમાં ઘેરાયેલી પોલીસના વિરુદ્ધ છે. અલીગઢ જેલમાં બંધ ચાર આરોપીઓથી લવકુશ સગીર નીકળ્યો છે, જેનો ઘટસ્ફોટ તેના ઘરેથી મળી આવેલી હાઈસ્કૂલની માર્કશીટ પરથી થયો છે. માર્કશીટ સામે આવ્યા પછી CBIએ ઘટના પછી સસ્પેન્ડ થયેલા પોલીસવાળાઓની પૂછપરછ કરી છે.

જ્યારે ઘટના બની ત્યારે લવકુશ 17 વર્ષ 9 મહિનાનો હતો
આરોપી લવકુશે 2018માં જેએસ ઈન્ટર કોલેજથી હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી છે. માર્કશીટ પર તેની જન્મતારીખ 2 ડિસેમ્બર 2002 લખેલી છે. એવામાં હાલ તેમની ઉંમર 17 વર્ષ 10 મહિના છે.14 સપ્ટેમ્બરે જ્યારે ઘટના બની ત્યારે તે 17 વર્ષ 9 મહિના અને 12 દિવસનો હતો. તેમ છતાં તેને અન્ય આરોપીઓને જેમ જેલભેગો કરી દેવાયો હતો. એવામાં મોટો સવાલ એ ઊઠે છે કે જેલ મોકલતાં પહેલાં શું તેની મેડિકલ તપાસ નહોતી કરાઈ? હવે પોલીસ પર દસ્તાવેજને નજરઅંદાજ કરવાનો આરોપ લાગી રહ્યો છે.

આરોપી લવકુશની માર્કશીટ.

આરોપી લવકુશની માર્કશીટ.

સોમવારે જેલમાં સાડાસાત કલાક પૂછપરછ
CBIએ સોમવારે અલીગઢ જેલમાં બંધ ચાર આરોપી- સંદીપ, રામુ, રવિ અને લવકુશ સાથે અલગ અલગ લગભગ સાડાસાત કલાક સુધી પૂછપરછ કરી હતી. આ પહેલાં CBIએ કોર્ટ પાસેથી મંજૂરી લીધી. CBIની ટીમ સવારે 11 વાગ્યે 54 મિનિટ પર જેલની અંદર પહોંચી અને સાંજે 7.30 વાગ્યે બહાર આવી. આ દરમિયાન ઘટનાના દિવસે કોણ ક્યાં હતું, એની સમગ્ર માહિતી લીધી.

આ પહેલાં CBIએ તમામ આરોપીઓના પરિવારજનોની પૂછપરછ કરી હતી અને આરોપી લવકુશના ઘરેથી પુરાવા ભેગા કર્યા હતા. આ દરમિયાન ઘણા દસ્તાવેજો ઉપરાંત એક લાલ રંગનું કપડું પણ મળી આવ્યું હતું.

આખી ઘટના શું છે?
હાથરસ જિલ્લાના ચંદપા વિસ્તારના બુલગઢી ગામમાં 14 સપ્ટેમ્બરે ચાર લોકોએ 19 વર્ષીય દલિત યુવતી સાથે કથિત સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓએ તેની જીબ પણ કાપી હતી. દિલ્હીમાં સારવાર દરમિયાન 29 સપ્ટેમ્બરે પીડિતાનું મોત થયું હતું. ચારેય આરોપીઓ જેલમાં છે. જોકે પોલીસનો દાવો છે કે દુષ્કર્મ નહોતું થયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here