અમરેલીના બગસરામાં ડ્રાઈવરે કાબૂ ગુમાવતા સીંગતેલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં તેલ રસ્તા પર વહેવા લાગ્યું, લોકો તેલ લેવા દોડ્યા

0
78
  • ટેન્કરચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતાં અકસ્માત થયો હતો

અમરેલી જિલ્લાના બગસરામાં સીંગતેલ ભરેલું ટેન્કર પલટી મારી જતા તેલ રસ્તા પર વહેવા લાગ્યું હતું. ગત મોડી રાત્રે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર પલટી મારી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ લોકો વહેલી સવારે તેલ લેવા માટે દોટ મૂકી હતી.

લોકો ડોલ અને કેરબામાં તેલ ભરતાં જોવા મળ્યાં
તેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હોવાની જાણ થતાં જ આસપાસના લોકો તેલ લેવા માટે દોડી આવ્યાં હતાં. વહેલી સવારે લોકો ડોલ અને કેરબામાં તેલ ભરતાં જોવા મળ્યાં હતાં. આ ઘટના અમરેલી જિલ્લાના બગસરાના જેતપુર રોડ પર બની હતી.

ટેન્કર ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો
ટેન્કરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા તેલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું હતું. ટેન્કર પલટી જતાં રસ્તા પર તેલની રેલમછેલ સર્જાઇ હતી અને આ બનાવની જાણ વાયુવેગે ફેલાતા લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા અને તેલ લેવા માટે દોડાદોડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here