હવામાન વિભાગ દ્વારા ૩ દિવસ વરસાદ પડવાની કરવામાં આવી આગાહી

0
84

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર આગાહી આપવામાં આવી છે.હવામાન વિભાગના મતે કચ્છ અને સૌરાષ્ટ્ર વરસાદ પડવાની શક્યતા છે, તેમજ રાજ્યના અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે.હાલજ કમોસમી વરસાદ પડવાને કારણે પાકને ઘણું મોટું નુકશાન થયું છે ત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા  હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની સમભાવનાં છે. રાજ્યમાં ૨૨ ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.

આગાહી પ્રમાણે, ૨૦મી તારીખે, સૌરાષ્ટ્ર, ઉત્તર,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.. જ્યારે  ૨૧ અને ૨૨  ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વર્તાઈ રહી છે.મગફળી, કપાસ, ડાંગર સહિતના ચોમાસું પાકને મોટી નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી હોવાથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ, સોયાબીન, અડદ સહિતના પાકને નુકસાન થયુ છે. જેથી ખેડૂતોમાં  ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એક તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે.ત્યારે હવામાન વિભાગ દ્વારા ૨૦મી તારીખે, સૌરાષ્ટ્ર, ઉત્તર,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ૨૧ અને ૨૨ ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here