અમદાવાદ. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારેથી અતિભારે વરસાદ વર્સી રહ્યો છે. રાજકોટ, જૂનાગઢ, જામનગર, સહિતમાં ભારે વરસાદને પગલે મંદિરો તેમજ ઘરોમાં પાણી ઘુસી ગયા છે. સાથે જ રોડ પર પણ પાણી ભરાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાક વિસ્તારોમાં પશુઓના તણાઈ જવાની ઘટનાઓ પણ સામે આવી હતી. તો બીજીતરફ કેટલાક વિસ્તારોમાં વરસાદથી ફાયદો પણ થયો છે. મેઘ મહેરના કારણે ઘોધ, નદી તેમજ તેનો આસપાસનો નજારો ખુલી ઉઠ્યો છે. નીચે એવી જ સૌરાષ્ટ્રની કેટલીક તસવીરો છે, જ્યાં ક્યાંક મેઘ મહેર તો ક્યાંક કહેર જેવી સ્થિતી સર્જાઈ છે.