મહાપાલિકામાં ફેરિયાઓનું હલ્લાબોલ: ચક્કાજામ

0
80

રાજકોટ મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આજે બુધવારી અને રવિવારે બજારના અંદાજે 500થી વધુ ફેરિયાઓ અને પાથરણાવાળાઓએ હલ્લાબોલ કર્યું હતું ત્રણ ત્રણ દિવસથી કચેરીના ધક્કા ખાવા છતાં આ ગરીબ ફેરિયાઓનો અવાજ જોઈએ નહીં સાંભળતા આજે ફેરીયા વિફયર્િ હતા અને કચેરીના દરવાજે જ ધબધબાટી બોલાવી હતી. સેન્ટ્રલ ઝોન કચેરી ની બરાબર સામે રસ્તા પર બેસી જઈને કોર્પોરેશન ચોકમાં ચક્કાજામ સજીર્ દેતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અંતે મહાપાલિકાની વિજિલન્સ પોલીસ બ્રાન્ચના ડીવાયએસપી આર.બી.ઝાલાએ સ્થળ પર પહોંચીને સમજાવટ કરી મામલો થાળે પાડ્યો હતો.વિશેષમાં આ અંગે એસ્ટેટ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે આજીડેમ ચોકડી પાસે ભરાતી રવિવારી બજાર અને કોઠારીયા રોડ પર હુડકો શાકમાર્કેટ પાસે ભરાતી બુધવારી બજાર લોકડાઉન વખતથી બંધ કરાવવાવામાં આવી છે. લોકડાઉન પૂર્ણ થયા બાદ રાજકોટમાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિને ધ્યાને લઇને આ બજાર બંધ રાખવાનો નિર્ણય લંબાવવામાં આવ્યો હતો જે હજુ સુધી યથાવત્ રાખવામાં આવ્યો છે બીજી બાજુ આ બન્ને બજારોમાં બેસતા અંદાજે 500 જેટલા ફેરિયાઓ અને પાથરણાવાળાઓની એવી માગણી છે કે વહેલામાં વહેલી તકે આ બજાર ફરી શરૂ કરવામાં આવે. આ બન્ને બજારોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોય અને ભારે ભીડ ઉમટી પડતી હોય કમિશનરના આદેશથી બંને બજારો બંધ કરવામાં આવી હતી હવે કમિશનર સાથે પરામર્શના અંતે આ અંગેનો નિર્ણય લેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here