આગામી તારીખ ૨૪ ઓકટોબરના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢમાં- વડાપ્રધાનના હસ્તે ગિરનાર રોપ વે નું તથા દિનકર યોજના ના ઈ લોન્ચિંગ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. એશિયાના સૌથી મોટા અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ નો આગામી તારીખ ૨૪ ઓકટોબરના વડાપ્રધાનના હસ્તે ઈ લોન્ચિંગ તથા ખેડૂતો માટે વીજળી પૂરી પાડતી એવી દિનકર યોજના ના લોકાર્પણ અંગે આગામી તારીખ ૨૪ ઓકટોબરના કાર્યક્રમને લઇ જૂનાગઢ ખાતે પ્રવાસન વિભાગ તથા વહીવટી તંત્રના અધિકારી પદાધિકારીઓ દ્વારા તૈયારીઓ માટે બેઠકનો ધમધમાટ શરૂ કર્યો છે. ઊર્જા વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર શાહ મીના હુસેન ના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી જેમાં જૂનાગઢ ખાતે પધારનાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના કાર્યક્રમ અંતર્ગત ટુરિઝમ કોર્પોરેશન ના મેનેજીંગ ડિરેક્ટર જેનું દિવાન, કલેકટર ડોસૌરભ પારધી, કમિશનર તુષાર સુમેરા ડીડીઓ પ્રવીણ ચૌધરી પીજીવીસીએલના એમ ડી શ્રદ્ધા ટી વે ટી યા સહિતના અધિકારીઓ સાથે કાર્યક્રમને લઇ બેઠકો યોજી હતી તો આ ઉપરાંત યોજાયેલી બેઠકમાં કોરોનાવાયરસ ને લઇ આરોગ્યલક્ષી તકેદારી પગલા ઉપરાંત બેઠક વ્યવસ્થા વાહનપાર્કીંગ સહિતની તમામ વ્યવસ્થાઓ માટે ચર્ચાઓ કરવામાં આવી હતી.