શરીર સબંધી ગંભીર ગુન્હામાં આરોપીઓને ઝડપી પાડતી રાજકોટ શહેરની પ્રદ્યુમ્નનગર પોલીસ

0
325

શબીર ખિયાણી, અલ્તાફના બનેવી મોહસીન, ઇસ્માઇલ ઉર્ફે ભુદર, ઇસ્માઇલભાઈનો દીકરો સોહીલ, સિકંદર સહિતનાઓ કે જેઓ પરસાણાનગરમાં રહે છે તેઓએ અગાઉની પૈસાની લેતી-દેતી બાબતે ખાર રાખી આજરોજ ઉપરોક્ત તમામ આરોપીઓએ સાથે મળી હથિયારો વડે ફરિયાદી મુસ્તાક હુસેનભાઇ ખિયાણી પર જીવલેણ હુમલો કર્યો હતો.

જેના અનુસંધાને ફરિયાદીની ફરિયાદ પરથી પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીવી વણઝારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બોરીસાગર એએસઆઇ સંજયભાઈ દવે તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ જનકભાઈ કુગશીયા અને વીરભદ્રસિંહ જાડેજા ઉપરાંત જયેન્દ્રસિંહ પરમાર,હરેશભાઇ કુકડીયા દ્વારા આ આરોપીઓને શોધવા અલગ-અલગ ટિમ બનાવ્યા બાદ ખાનગી રાહે હકીકત મળતા આ આરોપીઓ પૈકીના ૫ આરોપીઓને ઝડપી પાડી કોરોના અંગેનો ટેસ્ટ કરી રિપોર્ટ નેગેટિવ આપતા કાયદેસરની અટક કરી ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર કબ્જે કરવામાં આવ્યા અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શબીર ખિયાણી અલ્તાફના બનેવી મોહસીન ઇસ્માઇલ ઉર્ફે ભુદર ઇસ્માઇલભાઈનો દીકરો સોહીલ સિકંદર સહિતનાઓ કે જેઓ પરસાણાનગરમાં રહે છે તેઓએ અગાઉની પૈસાની લેતી-દેતી બાબતે ખાર રાખી આજરોજ ઉપરોક્ત તમામ આરોપીઓએ સાથે મળી હથિયારો વડે ફરિયાદી મુસ્તાક હુસેનભાઇ ખિયાણી પર જીવલેણ હુમલો કર્યો હતો આરોપીઓ પૈકીના ૫ આરોપીઓને ઝડપી પાડી કોરોના અંગેનો ટેસ્ટ કરી રિપોર્ટ નેગેટિવ આપતા કાયદેસરની અટક કરી ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર કબ્જે કરવામાં આવ્યા અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here