માલિકીની કાર કે ટુ-વ્હીલર હશે તો જ RTO લાઈસન્સનો ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા દેવાશે!

0
150
  • સુભાષબ્રિજ આરટીઓમાં ભાડાંના વાહન પર ડ્રાઈવિંગ ટેસ્ટને મંજૂરી નહીં
  • વાહન વીમાના પુરાવા ઓનલાઈન ન દેખાય તો વાહન ડિટેઈન કરવાનો નિર્ણય

સુભાષબ્રિજ આરટીઓમાં પાકા લાઇસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જતાં લોકો પાસે પોતાની માલિકીના ટુવ્હીલર, કાર કે રિક્ષા હોવાં જોઇએ. ભાડાના વાહનો પર ડ્રાઇવિંગ ટેસ્ટ નહીં આપવા દેવા આરટીઓ કચેરીએ આદેશ કર્યો છે. અરજદારો પાસે પોતાની માલિકીના વાહનો હોય તો જ આરટીઓમાં પ્રવેશ અપાય છે. એઆરટીઓના આદેશથી અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે.

સરકારના પ્રત્યેક વિભાગમાં કોમર્શિયલ વાહનોમાં ખાનગી વાહનો દોડે છે. કોરોનામાં ખાનગી વાહનોનો વધુ ઉપયોગ થાય છે. ત્યારે આરટીઓ કચેરી સરમુખત્યાર તરીકે વર્તી રહી છે. સરકારમાં કોઇ ફરિયાદો સાંભળતું નથી. જેના પગલે અરજદારોમાં ભારે રોષ છે.

ડ્રાઇવિંગ ટેસ્ટમાં કોમર્શિયલ વાહનો માન્ય છે
સુભાષબ્રિજના ARTO વિનીતા યાદવે કહ્યું- ડ્રાઇવિંગ ટેસ્ટમાં કોમર્શિયલ વાહનો માન્ય છે. ખાનગી વાહનોનો કોમર્શિયલ તરીકે ઉપયોગ કરી શકાય નહીં. આરટીઓમાં વાહનના ભાડાની લેવડદેવડ નહીં કરી શકાય. વાહનોના પુરાવાની ચકાસણીથી અરજદારોને પણ ફાયદો છે. ટ્રેકમાં અકસ્માત થાય તો વળતર મળી શકે. રસ્તા પર દંડાય પણ નહીં.

ઘરેથી પુરાવા મંગાવ્યા પછી કાર જવા દીધી
વાડજના વેદાંત દેસાઇએ કહ્યું- ડ્રાઇવિંગ વખતે મારા વાહનનો વીમો, પીયુસી, આરસીબુક સહિતના પુરાવા ચેક થયા હતા. વાહનની પોલીસી ઓનલાઇન દેખાતી ન હોવાથી મારી કાર ડિટેઇન કરવાનો નિર્ણય કર્યો. પરંતુ મેં ઘરેથી પોલિસીની હાર્ડકોપી મંગાવી રજૂ કરતાં મારી કાર જવા દીધી હતી.

પૂરતા પુરાવા ન હોય તો પાછા ધકેલાય છે
રાજ્ય સરકાર દ્વારા કોઇપણ પ્રકારનો પરિપત્ર કે આદેશ કરાયો નથી. પરંતુ આરટીઓ અધિકારીઓ મનમાની કરે છે. પૂરતા પુરાવા ના હોય તો ટેસ્ટ ટ્રેક પરથી અરજદારને પરત કાઢે છે. બે મહિને ટેસ્ટની એપોઇમેન્ટ મળે છે અને કોરોનાની મહામારીમાં આરટીઓ કચેરી આડેધડ નિર્ણયથી લોકોને પરેશાન કરે છે.

રાણીપના રમેશભાઇએ કહ્યું- મારી પાસે પોતાની રિક્ષા કે કાર ન હોવાથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા દીધો ન હતો. ભાડાના વાહનને પણ સંમતિ આપી નહીં. આરટીઓનો નિર્ણય અયોગ્ય અને કાયદા મુજબ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here