- મંગળવારે 90 દર્દી કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો
રાજકોટમાં 24 કલાકમાં 8 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 7900ને પાર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 7 હજારથી વધુ લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 711 દર્દી સારવાર હેઠળ છે. મંગળવારે રાજકોટમાં 90 દર્દી કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.
જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 11500ને પાર
રાજકોટ સહિત જિલ્લાભરમાં પોઝિટિવ કેસની સંખ્યા 11500ને પાર પહોંચી ગઈ છે. જિલ્લાભરમાં કુલ 1050 સારવાર હેઠળ છે. જેમાંથી 711 શહેરના અને 279 ગ્રામ્ય વિસ્તારના દર્દી છે. રાહતની વાત એ છે કે, નવા કેસની સંખ્યા કરતા ડિસ્ચાર્જની સંખ્યા વધી રહી છે. આ ઉપરાંત મૃત્યુદર પણ ઘટ્યો છે. મોટા ભાગના લોકો હોમ આઈસોલેશનમાં છે અને તેથી જ ખાલી બેડની સંખ્યા ઝડપથી વધી રહી છે. હાલ 1841 બેડ હાલ ખાલી છે.
પ્રદ્યુમનપાર્ક ઝૂમાં પ્રથમ દિવસે 158 શહેરીજનોએ મુલાકાત લીધી
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમનપાર્ક ઝૂ સાત માસ બાદ 20 ઓક્ટોબરથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પ્રથમ દિવસે 158 મુલાકાતીએ પ્રાણી, પક્ષીઓને સાત માસ બાદ જોઇ આનંદ લીધો હતો. ઝૂમાં પ્રવેશ કરતા પહેલા હાથ સેનિટાઇઝ કરવામાં આવે છે. સોશિયલ ડિસ્ટન્સ સહિતની કાળજી પણ રાખવામાં આવી રહી છે.