પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ગૃહ યુધ્ધ જેવી સ્થિતિ: સેના અને પોલીસ સામસામે

0
66

પાકિસ્તાન માં ઈમરાન ખાન ની સરકાર સામે વિપક્ષનો ગુસ્સો સતત વધી રહ્યો છે. અનેક સભાઓ મારફતે ઈમરાન સરકારની સામે લોકોને એકજૂટ કરવામાં આવી રહ્યા છે. તો હવે આ રેલીઓને કારણે પાકિસ્તાનમાં બબાલ વધી રહી છે. ગત દિવસોમાં કરાચીમાં થયેલ રેલી બાદ પૂર્વ પાકિસ્તાની  નવાઝ શરીફના જમાઈ મોહમ્મદ સફદર ની ધરપકડ કરી લેવામાં આવી હતી. જો કે, બાદમાં તેઓને છોડી દેવામાં આવ્યા હતા. પણ હવે આ વાતને લઈ લોકોમાં ગુસ્સો ફેલાયો છે અને હવે દબાણમાં આવીને સેનાએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે એવો આરોપ મુક્યો છે કે, સફદરની ધરપકડના આદેશ ઉપર સહી કરવા માટે પોલીસના આઈજીનું સેનાના રેન્જર્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.


પાકિસ્તાની સેનાના પ્રમુખ કમર જાવેદ બાઝવાએ આદેશ આપ્યો કે મોહમ્મદ સફદરની ધરપકડ કેમ અને કેવી પરિસ્થિતિઓમાં થઈ, તેની તપાસ કરવામાં આવે. મરિયમ નવાઝે આરોપ લગાવ્યો હતો કે, તેઓને હોટેલના રૂમમાં ઘૂસીને તોડફોડ કરવામાં આવી અને સફદરને લઈને જતા રહ્યા. જેના પર ખુબ જ હંગામો થયો હતો. જે બાદ હવે સેના તેની તપાસ કરાવશે.પોલીસ અને સેના વચ્ચે સામસામો ગોળીબાર થયો હોવાની વાત પણ સામે આવી છે.


આ ઘટના બાદ પાકિસ્તાનમાં બગાવતી સૂર ઉઠ્યા છે અને સિંધ પોલીસે સેના અને  સામે જંગ શરૂ કરી દીધી છે. સિંધ પોલીસે કહ્યું કે, મોહમ્મદ સફદરની તેઓની જાણકારી વગર ધરપકડ કરી લેવામાં આવી છે. સાથે જ જ્યારે તેઓની ધરપકડ કરાઈ ત્યારે સિંધ પોલીસના ચીફને ક્યાંક ઘેરી લેવામાં આવ્યા હતા. તે બાદ પાકિસ્તાની આર્મીએ સીધા સફદરની ધરપકડ કરી લીધી હતી.


જે બાદ નારાજ સિંધ પોલીસના આઈજીએ છૂટ્ટી પર જતા રહેવાનું એલાન કર્યું હતું. તેના કારણે સિંધ પોલીસનાં હજારો જવાનો રજા પર જતાં રહ્યા છે અને અમુક ડ્યુટી જોઈન કરી રહ્યા નથી. જેના કારણે વિસ્તારમાં પણ ખુબ જ હંગામો મચી રહ્યો છે અને લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે. આ દબાણમાં આવીને સેનાએ અંતે સફદરની ધરપકડના આદેશ આપવા પડ્યા છે.


જો કે બાદમાં સિંધ પ્રાંતની સરકારે પોલીસને અપીલ કરીકે રજાઓ વાપસ લઈ લે. જે બાદ મોટાભાગના અધિકારીઓએ પોતાની રજા વાપસ પણ લઈ લીધી છે. ઇઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં ઈમરાન સરકાર સામે બગાવતના સૂર તેજ રહ્યા છે અને વિપક્ષી પાર્ટીઓ સતત રેલીઓ કરી રહ્યા છે. હાલમાં જ કરાચીની રેલીમાં મરિયમ નવાઝે ઈમરાન સરકાર સામે મોરચો ખોલ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here