મોરબી વિધાનસભા વિસ્તારમાં ઉમેદવારો ઉપરાંત લોકોએ રોકડ રકમના પુરાવા રાખવા જરૂરી

0
87

મોરબી પેટા ચુંટણીને ધ્યાને લઈને ખર્ચ ઓબ્ઝર્વર ભરત આર અંધાલે દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ઉમેદવાર ચુંટણીમાં કેટલો ખર્ચ કરી શકશે, ઉમેદવારના વાહનમાં રોકડ હેરફેર તેમજ ખેડૂત અને અન્ય ઉદ્યોગપતિ, વેપારીઓ માટે રોકડ રકમ હેરફેર મર્યાદા અંગે માહિતી આપવામાં આવી હતી.


કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદમાં માહિતી આપતા ખર્ચ ઓબ્ઝર્વરે જણાવ્યું હતું કે ચુંટણી આચારસંહિતાને ધ્યાને લઈને કોઈપણ ઉમેદવાર પોતાના વાહનમાં ૫૦ હજારથી વધુની રોકડ રકમ લઇ જઈ સકે નહિ તો ખેડૂત, ઉદ્યોગપતિ કે વેપારી ૧૦ લાખથી વધુની રોકડ રકમ લઇ જઈ શકશે નહિ હાલ ખેતીની મોસમ હોય જેથી ખેડૂતો પોતાનો પાક વેચાણ કરતા હોય છે જેથી ખેડૂતોએ વેચેલ માલની રસીદ સાથે રાખવી ફરજીયાત રહેશે જોકે ૧૦ લાખની વધુની રોકડ રકમ કોઇપણ રાખી શકશે નહિ અને મર્યાદા કરતા વધુ રકમ સાથે ઝડપાય તો આઈટી વિભાગ તપાસ કરશે કોઈપણ નાગરિકો પોતાની પાસે રહેલી રોકડ રકમ અંગે હિસાબો રજુ કરવાના રહેશે મોરબીમાં ૬ ફ્લાઈંગ સ્કવોડ અને ૬ સ્ટ્રેટીક સર્વેલન્સ ટીમ કાર્યરત કરાઈ છે જે ૨૪  ૭ ચેકિંગ કરશે.


તો ઉમેદવારો માટે ખર્ચ મર્યાદા ૨૮ લાખની નક્કી કરવામાં આવી હોય તમામ રોકડ રકમ હેરફેર તેમજ ઉમેદવાર ખર્ચ મર્યાદા પર ચાપતી નજર રાખવામાં આવશે તો કોઈપણ નાગિરકને ફરિયાદ કરવી હોય તો સર્કીટ હાઉસ ખાતે ખર્ચ ઓબ્ઝર્વર રોકાણ કર્યું હોય જ્યાં રૂબરૂ મળી ફરિયાદ કરી શકાશે.

મોરબી પેટા ચૂંટણીના મતદાન માટે કામદારોને સવેતન રજા આપવાની રહેશે

૬૫-મોરબી વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૦માં તમામ મતદારો મતદાન કરી શકે તે હેતુથી ઇન્સ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થના ડે. ડાયરેક્ટર દ્વારા કારખાના ધારા ૧૯૪૮ હેઠળ નોંધાયેલા દરેક કારખાનાદાર અને ધ બિલ્ડીંગ એન્ડ અધર કન્સટ્રક્શન વર્કસ હેઠળ નોંધાયેલા માલિકોને આગામી ૩જી નવેમ્બરના દિવસે કામદારોને સવેતન રજા આપવા અંગે આદેશ આપવામાં આવ્યો છે. મોરબી-માળિયા વિધાનસભા મત વિસ્તારમાં આગામી ૦૩જી નવેમ્બરના રોજ ૬૫-મોરબી વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન યોજાનાર છે તેથી કારખાનાના અને બાંધકામ સાઇટના શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે. રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગી/કર્મચારીઓના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં. રજાના કારણે જો શ્રમયોગી/કર્મચારી પગાર મેળવવાનો હક્ક ન ધરાવતા હોય તેવા સંજોગોમાં જે તે વ્યક્તિ રજા જાહેર ન થઇ હોય અને જે પગાર મળવા પાત્ર થતો હોય તેટલો પગાર ચૂકવવાનો રહેશે.


જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભુ થવા સંભવ હોય અથવા જે વ્યવસાય સાથે સંકળાયેલ હોય  ઉત્પાદન પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગી/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે ફરજના સમયમાંથી મતદાનના સમય ગાળા દરમિયાન ત્રણથી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઇ કારખાનાદાર કે માલિક કે નોકરીદાતા આ જોગવાઇ થી વિરુદ્ધનું વર્તન કરશે તો તે કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું ઇન્સ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થના ડે. ડાયરેક્ટર બી.વી.ભારથીની યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here