લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ

0
64

ગુજરાતમાં યોજાઈ રહેલી વિધાનસભાની પેટા ચૂંટણીના કાર્યક્રમ દરમિયાન કોવીડ – ૧૯ નું સંક્રમણ ન ફેલાય અને મતદારો કોરોનાના ભયથી મૂક્ત રહી તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને આ ચૂંટણીની આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોરોનાનું સંક્રમણ ફેલાય નહી તે માટે ચૂંટણી પંચ દ્વારા કોરોના સંદર્ભે ખાસ માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. જેનું સબંધિત વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા તમામ અધિકારી – કર્મચારીઓએ, ઉમેદવારોએ તેમજ મતદારોએ ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. ચૂંટણી પંચની આ માર્ગદર્શિકાનું સુરેન્દ્રનગર જિલ્લાની ૬૧-લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ચૂસ્તપણે પાલન થાય અને આ ચૂંટણી મૂક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શક સૂચનાઓ જોઈએ તો અત્યાર સુધીની ચૂંટણીમાં આ વખતે ઘણીબધી બાબતો પ્રથમવાર થઈ રહી છે. કોરોનાના કારણે પ્રત્યેક મતદાન મથકો ઉપરથી માત્ર ૧૦૦૦ મતદારો જ મતદાન કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે આ વિધાનસભા વિસ્તારમાં વધુ અન્ય ૯૪ નવા મતદાન મથકોની રચના કરવામાં આવતાં આ વખતે આ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ ૪૨૦ મતદાન મથકો ઉપરથી મતદારો મતદાન કરશે.મતદાનના દિવસે મતદાન મથકના પ્રવેશદ્વારે આરોગ્ય કર્મચારીને થર્મલગન તેમજ સેનેટાઈઝર સાથે રાખવામાં આવશે. તેના દ્વારા મતદાન માટે આવતા મતદારનું તાપમાન માપવામાં આવશે અને જો મતદારનું તાપમાન સામાન્ય મર્યાદા કરતાં વધુ હશે તો તેમને છેલ્લા કલાકમાં મતદાન કરવા માટે સમજુત કરવામાં આવશે અથવા તો તેમના માટે પ્રતિક્ષા કક્ષમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત કોરોનાના કારણે ક્વોરોન્ટાઈન હેઠળ રહેલા મતદારોની અગાઉથી માહિતી એકત્ર કરી તેઓ મતદાનના છેલ્લા કલાક દરમિયાન મતદાન માટે આવે તેવી તેમને જાણ કરી આ માટેની વ્યવસ્થા સુનિશ્વિત કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here