જીયોએ 5Gનુ ટેસ્ટિંગ કર્યું, એક Gbpsની સ્પિડ મળી

0
76
  • જીયો અને ક્વાલકોમે મળીને કર્યું સફળ ટેસ્ટિંગ: જીયોની ટેક્નોલોજી સંપૂર્ણ રીતે સ્વદેશી હશે: ટેક્નોલોજી અમેરિકન, ઇક્વિપમેન્ટ્સ ભારતીય


અમેરિકી ટેક્નોલોજી ફર્મ ક્વાલકોમની સાથે મળીને રિલાયન્સ જીયોએ અમેરિકામાં પોતાની 5જી ટેક્નોલોજીનું સફળ પરીક્ષણ કર્યું છે. અમેરિકાના સૈન ડિયાગોમાં યોજાયેલી એક વર્ચ્યુઅલ ઈવેન્ટમાં આ જાહેરાત કરવામાં આવી છે. રિલાયન્સ જીયોના પ્રેસિડેન્ટ મેથ્યૂ ઓમાને ક્વાલકોમ ઈવેન્ટમાં કહ્યુ કે, ક્વાલકોમ અને રિલાયન્સની સબ્સિડિયરી કંપ્ની રેડિસિસની સાથે મળીને અમે 5જી ટેકનીક પર કામ કરી રહ્યાં છીએ જેથી ભારતમાં તેને જલદી લોન્ચ કરી શકાય. આવનારા દિવસોમાં ભારતમાં યૂઝરો 1 જીબીપીએસ સુધીની સ્પીડનો આનંદ માણી શકશે.


જીયોની 5જી ટેક્નોલોજી સંપૂર્ણ રીતે સ્વદેશી હશે. જીયોએ સ્વદેશી 5G RAN તૈયાર કર્યું છે જે અલ્ટ્રા હાઈ સ્પીડ આઉટપુર આપવા માટે પરફેક્ટ છે. આ પ્રોડક્ટનું અમેરિકામાં સફળ પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે. મતલબ, રિલાયન્સની 5જી સર્વિસ અમેરિકી ટેક્નોલોજી અને ઇન્ડિયન ઇક્વિપમેન્ટ્સ વાળી હશે.


આ ટેસ્ટિંગ બાદ ભારત તે એલિટ દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જે યૂઝરોને  1 જીબીપીએસની સ્પીડ ઉપલબ્ધ કરાવી શકે છે. વર્તમાનમાં અમેરિકા, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝર્લેન્ડ અને જર્મની એવા દેશ છે જે પોતાના 5જી કસ્ટમર્સને 1 જીબીપીએસ ની સ્પીડ આપી રહ્યાં છે.


લગભગ ત્રણ મહિના પહેલા 15 જુલાઈએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ 5જી ટેક્નોલોજીની જાહેરાત કરી હતી. ઘરેલૂ સાધનોનો ઉપયોગ કરીને વિકસિત કરવામાં આવેલી આ ટેકનીકને દેશને સોંપતા મુકેશ અંબાણીએ કહ્યુ હતુ કે 5જી સ્પેક્ટ્રમ ઉપલબ્ધ થતા જ રિલાયન્સ જીયો 5જી ટેક્નોલોજીના ટેસ્ટિંગ માટે તૈયાર છે અને 5જીના સફળ ટેસ્ટિંગ બાદ આ ટેકનીકની નિકાસ પર રિલાયન્સ ભાર આપશે.

  • હજુ સુધી સ્પેક્ટ્રમ ઉપલબ્ધ નહીં

ભારતમાં અત્યાર સુધી 5જી ટેકનીકના ટેસ્ટિંગ માટે સ્પેક્ટ્રમ ઉપલબ્ધ થઈ શક્યા નથી. અમેરિલામાં રિલાયન્સ જીયોની 5જી ટેકનીલનું સફળ પરીક્ષણ કરી લીધું છે. આ ટેકનીકે સંપૂર્ણ રીતે, બધા પેરામીટર પર પોતાને સફળ સાબિત કરી છે. ક્વાલકોમના વરિષ્ઠ ઉપાધ્યક્ષ દુગર્િ મલ્લદીએ કહ્યુ કે, અમે જીયોની સાથે મળીને ઘણઆ સોલ્યૂશન તૈયાર કરી રહ્યાં છીએ.

  • ચાઇનીઝ હુઆવે પર ઘણા દેશોમાં પ્રતિબંધ

કોરોના વાયરસને કારણે ઘણા દેશોએ ચીની કંપ્ની હુઆએ પર પ્રતિબંધ લગાવી દીધો છે. હુઆવે 5જી ટેકનીક વિકસિત કરનારી ચીની કંનની છે. 5જી ટેકનીકના સફળ પરીક્ષણ બાદ હવે રિલાયન્સ જીયો વિશ્વભરમાં ચીની કંપ્નીની જગ્યા ભરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here