ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોનાથી સંક્રમિત, હાલ ગાંધીનગરમાં સારવાર અર્થે ખસેડાયા

0
312

ગુજરાતમાં કોરોના મહામારીનો કહેર યથાવત્‌ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો કોરોનાગ્રસ્ત બની રહ્યા છે. આજે વધુ એક MLA કોરોના સંક્રમિત બન્યા છે. રાજ્યના બનાસકાંઠાના વાવ-ભાભરના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો કોરોનાનો રિપોર્ટ કઢાવવા માટે સમ્પલ લેવામાં આવ્યાં હતા, તેમાં તેઓ કોરોના પોઝિટીવ આવ્યા છે. હાલ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ગાંધીનગરમાં સારવાર હેઠળ રખાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેનના સેમ્પલ સાથે અન્ય 5 લોકોના કોરોના સેમ્પલ લેવામાં આવ્યાં છે. તે વખતે ગેનીબેન ઠાકોર કોરોના પોઝિટિવ મહિલાકર્મીના સંપર્કમાં આવ્યાં હતા. પરંતુ તેમનો રિપોર્ટ તે વખતે નેગેટિવ આવ્યો હતો.

કોવિડ હોસ્પિટલની ટીમ દ્વારા ગેનીબેન ઠાકોરના સેમ્પલ લેવામાં આવ્યાં છે. આ અંગે અમદાવાદની હોસ્પિટલમાંથી ગેનીબેન ઠાકોરનો રિપોર્ટ પોઝિટીવ આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.

જો કે તેમની નજીક ઉભેલા મહિલા હેલ્થવર્કરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટવ આવતાં ગેનીબેનને બીજી વખત ક્વોરન્ટાઇન કરાયા હતા. આ અગાઉ ગેનીબેન ઠાકોરને રાજસ્થાનથી આવતા હોમ ક્વોરન્ટાઇન કરાયાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here