ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની ચોથી એકમ કસોટી 27થી 28 ઓક્ટોબર સુધી લેવાશે, વિદ્યાર્થીઓના ઘરે પ્રશ્નપત્રની સોફ્ટ અથવા હાર્ડ કોપી પહોંચાડાશે

0
101
  • દરેક વિષયનું પેપર 25 માર્ક્સનું રહેશે અને પેપર લખવાનો સમયગાળો 1 કલાકનો રહેશે
  • ચોથી એકમ કસોટીમાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના સુધીનો અભ્યાસક્રમ રહશે

કોરોના મહામારી દરમિયાન શાળાઓ બંધ હોવાની સ્થિતિમાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે અને અભ્યાસમાં સાતત્ય જાળવી શકે તે માટે હોમ લર્નિંગના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં હતાં. જે અંતર્ગત ધોરણ 9થી12ના વિદ્યાર્થીઓ માટે દર મહિનાના અંતમાં એકમ કસોટીનું આયોજન કરવામાં આવે છે. હવે 27થી28 ઓકટોબર સુધી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની ચોથી એકમ કસોટીની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત પાઠ્યપુસ્તકના આધારે જ એકમ કસોટી લેવામાં આવશે.

ધોરણ 9 માટેનો અભ્યાસક્રમ

ધોરણ 9 માટેનો અભ્યાસક્રમ

ચોથી એકમ કસોટીમાં અભ્યાસક્રમ આ પ્રમાણે રહેશે
ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની ઓક્ટોબરના અંતમાં લેવામાં આવનાર ચોથી એકમ કસોટીમાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના સુધીનો અભ્યાસક્રમ રહશે. જેમાં ધોરણ 10 માટે ગુજરાતી( પ્રથમ અને દ્વિતિય ભાષા) અને વિજ્ઞાન તથા ધોરણ 9 માટે ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક વિષયનું પેપર 25 માર્ક્સનું રહેશે અને પેપર લખવાનો સમયગાળો 1 કલાકનો રહેશે.

ધોરણ-10 માટેનો અભ્યાસક્રમ

ધોરણ-10 માટેનો અભ્યાસક્રમ

.

દરેક વિદ્યાર્થીના ઘરે હાર્ડ કોપી અથવા સોફ્ટ કોપીમાં પ્રશ્નપત્ર પહોંચાડાશે
દરેક સ્કૂલના પ્રિન્સિપાલે 27 ઓક્ટોબરે સવારે 11.30 સુધીમાં વિદ્યાર્થીઓના ઘરે પ્રશ્નપત્રની સોફ્ટ અથવા તો હાર્ડ કોપી પહોંચાડી દેવાની રહેશે. તે ઉપરાંત વિદ્યાર્થીઓ અને વાલીઓને સરળતાથી પ્રશ્નપત્રો મળી રહે તે માટે 27 ઓક્ટોબરે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પણ મુકવામાં આવશે.

ધોરણ-11 અને 12 વિજ્ઞાન પ્રવાહ

ધોરણ-11 અને 12 વિજ્ઞાન પ્રવાહ

વિદ્યાર્થીઓએ લખેલા ઉત્તરો સ્કૂલના પ્રિન્સિપાલને 5 નવેમ્બર સુધી પહોંચાડવાના રહશે
વિદ્યાર્થીઓએ ચોથી એકમ કસોટીના ઉત્તરો અલગથી બનાવેલ નોટબુકમાં સોફટ કોપી અથવા તો હાર્ડ કોપીમાં 5મી નવેમ્બર સુધીમાં પોતાની અનુકૂળતાએ સ્કૂલના પ્રિન્સિપાલને મોકલવાના રહશે.

ધોરણ 11-12 સામાન્ય પ્રવાહનો અભ્યાસક્રમ

ધોરણ 11-12 સામાન્ય પ્રવાહનો અભ્યાસક્રમ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here