કોરોના વિશે એવું શું થયું કે વડાપ્રધાન મોદીએ 12 મિનિટના સંદેશમાં હાથ જોડવા પડ્યા? 5 પોઇન્ટ્સમાં સમજો PMના સંકેત

0
120
  • બિહારમાં ચૂંટણી રેલીના થોડા સમય પહેલા વડાપ્રધાન મોદીએ કોરોનાનાં જોખમ વિશે ફરી એકવાર કહ્યું
  • અનલોકથી માર્કેટ ખૂલી રહ્યા છે, પરંતુ અત્યારે બચવા માટે માત્ર માસ્ક જ વેક્સીન છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાત મહિનામાં સાતમી વખત રાષ્ટ્રને સંદેશ આપ્યો. 12 મિનિટ ફક્ત કોરોના વિશે વાત કરી. હાથ જોડીને લોકોને અપીલ કરી કે જ્યાં સુધી દવા ન આવે ત્યાં સુધી કોઈ ઢીલાશ કરવી ન જોઇએ. આખરે એવું તો શું થયું કે તેમણે આવું કરવું પડ્યું. ચાલો તેને 5 પોઇન્ટ્સમાં સમજીએ …

1. કેરળમાં ઓણમ પછી કેસમાં તીવ્ર વધારો થયો
શું કહ્યું:
 મોદીએ કહ્યું કે અમે ઘણી તસવીરો, વીડિયો જોયા છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે ઘણા લોકોએ હવે સાવચેતી રાખવાનું બંધ કરી દીધું છે. આ યોગ્ય નથી. જો તમે માસ્ક વિના બહાર જઇ રહ્યા હો તો પછી તમે તમારી જાતને, તમારા કુટુંબને, બાળકોને, વૃદ્ધોને જેટલી મુશ્કેલીમાં મૂકી રહ્યા છો.
કેમ કહ્યું: કેરળે શરૂઆતના તબક્કામાં કોરોનાને ઘણી હદ સુધી કન્ટ્રોલ કરી લીધું હતું. ઓગસ્ટમાં ઓણમને કારણે બેદરકારી જોવા મળી. પરિણામ એ આવ્યું કે સપ્ટેમ્બરમાં એક્ટિવ પોઝિટિવ કેસ 126% નો વધારો થયો છે. કેરળમાં સપ્ટેમ્બરના અંતમાં ટેસ્ટ પોઝિટિવિટી રેટ 13.6% હતો, જ્યારે નવા કેસ વધવાની ઝડપ દિવસ દીઠ 3.5% હતો. એટલે કે, તે રાષ્ટ્રીય સરેરાશ કરતા બમણો હતો. બિહાર સહિતના ઘણા રાજ્યોમાંથી વીડિયો સામે આવી રહ્યા છે, જેમાં માસ્ક વિના મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. ત્યાં પણ કેરળ જેવી પરિસ્થિતિ બનવાનું જોખમ પણ વધી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ નવરાત્રી, દુર્ગાપૂજા, દશેરા અને દિવાળીમાં ભીડથી બચવાની સલાહ આપી છે.

2. યુરોપમાં બીજીવાર લોકડાઉનની તૈયારી
શું કહ્યું:
 મોદીએ કહ્યું કે, તમે જુઓ કે આજે અમેરિકા હોય કે યુરોપના બીજા દેશોમાં કોરોનાના કેસ ઓછા થઇ રહ્યા હતા, પરંતુ અચાનક વધવા લાગ્યા. ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.
કેમ કહ્યું: યુરોપ અને અમેરિકન રાજ્યો હાલ કોવિડ-19ની બીજી લહેરનો સામનો કરી રહ્યા છે. ઇન્ફેકશન રેટ ઓછો થયા પછી પહેલા કરતાં જોખમી રીતે વધવા લાગ્યો છે. કેટલાક દેશોમાં ફરીથી લોકડાઉનની તૈયારીઓ શરુ થવા લાગી છે. ઇઝરાઈલ પ્રથમ દેશ બની ગયો છે જેણે ત્રણ અઠવાડિયાનો સર્કિટ-બ્રેકર લાગુ કર્યો છે. ઈઝરાઈલ પ્રથમવાર આ વખતે અનલોકની પ્રક્રિયાને ધીમી કરી રહ્યું છે. તેને પૂરું થવામાં એક વર્ષનો સમય લાગી શકે છે. સ્પેનના કેટાલોનિયા અને નેધરલેન્ડ્સમાં બીજું લોકડાઉન લાગુ કર્યું છે. આયર્લેન્ડમાં 6 અઠવાડિયાનું લોકડાઉન જાહેર કર્યું છે. બ્રિટનમાં પણ પ્રતિબંધ મૂકી દીધા છે.

3. હાલ ભારતમાં સ્થિતિ સુધરી રહી છે.
શું કહ્યું:
 આપણે ભૂલવું ના જોઈએ કે, લોકડાઉન ભલે જતું રહ્યું પણ વાઈરસ ગયો નથી. છેલ્લા 7-8 મહિનામાં, દરેક ભારતીયના પ્રયત્નોથી આજે ભારત સંભાળેલી સ્થિતિમાં છે, આપણે તેને ખરાબ ના થવા દેવી જોઈએ અને વધારે સુધારવી જોઈએ.
કેમ કહ્યું: કોરોના ઇન્ફેકશનના નવા કેસ ઝડપથી ઘટી રહ્યા છે. દોઢ મહિનામાં એક્ટિવ કેસની સંખ્યા 2 લાખથી વધારે ઓછી થઇ છે. બુધવારે એક્ટિવ કેસની સંખ્યા 7.5 લાખથી ઓછી રહી, જે સપ્ટેમ્બરમાં 10 લાખનો આંકડો પાર કરી ગઈ હતી. દેશમાં 64% એક્ટિવ કેસ માત્ર 6 રાજ્યોમાં જ છે. તેમાં 50% મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં છે. બાકી અન્ય બીજા રાજ્યોમાં છે. 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ડેથ રેટ 1%થી ઓછો છે. નેશનલ ડેથ રેટ ઘટીને 1.51% થઇ ગયો છે.

4. શિયાળામાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે
શું કહ્યું:
 મોદીએ કહ્યું- સંત કબીરદાસ કહીને ગયા છે કે પકી ખેતી દેખકે, ગરબ કિયા કિસાન. અજુન ઝોલા બહુત હે, ઘર આવે તબ આના. ઘણી વખત, આપણે પાકને જોઈને આત્મવિશ્વાસ વધી જાય છે કે હવે તો કામ થઈ ગયું. પરંતુ જ્યાં સુધી પાક ઘરે ન આવે ત્યાં સુધી કામ પૂર્ણ માનવું જોઈએ નહીં.
કેમ કહ્યું: એક્સપર્ટ કરી રહ્યા છે કે, શિયાળામાં પ્રદૂષણને લીધે શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ જાય છે. આવી સ્થિતિમાં કોરોનાવાઈરસ વધુ ઘાતક થઈ શકે છે. જરૂરી છે કે જ્યાં સુધી કેસ આવતા બંધ ન થાય ત્યાં સુધી કોઈ બેદરકારી ન રાખવી.

5. દવા ન મળે ત્યાં સુધી માસ્ક જ વેક્સીન છે
શું કહ્યું:
 મોદીએ કહ્યું- રામચરિતમાનસમાં કહેવામાં આવ્યું છે- રિપુ રુજ પાવક પાપ, પ્રભુ અગિ ગનિજ ન છોટ કરિ. એટલે કે, અગ્નિ, દુશ્મન, પાપ એટલે કે ભૂલ અને બીમારી તેને ક્યારે પણ નાની ન સમજવી જોઈએ. જ્યાં સુધી તેમની સંપૂર્ણ સારવાર કરવામાં ન આવે ત્યાં સુધી, તેને હળવાશથી ન લેવી જોઈએ. યાદ રાખો, જ્યાં સુધી દવા ન હોય ત્યાં સુધી કોઈ બેદરકારી ન રાખવી. તહેવારોનો સમય આપણા જીવનમાં ખુશીઓનો સમય છે, આનંદ ઉલ્લાસનો સમય છે.
કેમ કહ્યું: આ સમયે દુનિયામાં એક પણ વેક્સીન એવી નથી જેનું હ્યુમન ટ્રાયલ પૂર્ણ થયું હોય કે તેને મંજૂરી મળી ગઈ હોય. ચીનની ત્રણ વેક્સીન અને રશિયાની એક વેક્સીનને તેમના દેશોએ ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે, પરંતુ તેમનું પણ ત્રીજા અને છેલ્લા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. તેમજ ભારતમાં પણ ત્રણ વેક્સીન (કોવેક્સીન, કોવિશીલ્ડ અને ઝાયડસ કેડિલાની વેક્સીન)નું હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે. નિષ્ણાતો કરી રહ્યા છે કે, વેક્સીનને મંજૂરી બાદ પણ તમામ લોકો સુધી તેને પહોંચાડવામાં 2021નું આખું વર્ષ લાગી શકે છે. આવી સ્થિતિમાં વેક્સીન ન આવે ત્યાં સુધી માસ્ક જ વેક્સીન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here