રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને બજારનો ટેકો: મગફળીનો ભાવ રૂ.1100 ઉપજયો

0
107

રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે ખેડૂતોને બજારનો ટેકો મળ્યો હતો અને મગફળીનો ભાવ રૂ.1100 સુધી ઉપજયો હતો. એક તરફ રાજ્ય સરકાર દ્વારા વરસાદની આગાહીના પગલે આજથી શરૂ થનારી મગફળીની ટેકાના ભાવ ની ખરીદી પાંચ દિવસ માટે વિલંબિત કરવામાં આવી છે બીજી બાજુ રાજકોટ માર્કેટ યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસથી બંધ કરાયેલી મગફળીની આવક આજથી શરૂ કરાતા ખેડૂતો ઉમટી પડ્યા હતા અને 50 હજાર ગુણી મગફળીની આવક થઇ હતી. ટેકાના ભાવ રૂ.1055 કરતા બજારભાવ વધુ મળી રહ્યો હોય ખેડૂતો યાર્ડમાં ઉમટી રહ્યા છે.

વિશેષમાં રાજકોટના બેડી માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજે સવારે 50 હજાર ગુણી મગફળીની આવક થઇ હતી, વરસાદની આગાહીના પગલે આજે ખેડૂતોને મગફળી યાર્ડમાં ઉતારવા દેવામાં આવી ન હતી અને ઉભા વાહને જ હરાજી કરવામાં આવી હતી, જ્યાં સુધી હરરાજીમાં ખેડૂતનો વારો ન આવે ત્યાં સુધી વાહન ઉભું રાખવાનું રહેશે તેવો નિર્ણય યાર્ડના વહીવટી તંત્ર દ્વારા કરાયો હોય આજે સવારે મગફળી ભરેલા 700થી વધુ વાહનોની કતારો લાગી ગઇ હતી.


વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે, આજે મગફળી ઝીણીમાં 10,500 કવિન્ટલની આવક સામે ભાવ રૂ.780થી 1100 રહ્યો હતો, જ્યારે મગફળી જાડીમાં 4500 કવિન્ટલની આવક સામે ભાવ રૂ.800થી 1080 રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here