બેડીપરા ૧૦૮ મહિલા માટે બની દેવદૂત મહિલાની તાત્કાલિક પ્રસૂતિ ૧૦૮ માં જ કરવી પડી હતી

0
98

૧૦૮ એમ્બ્યુલન્સ એક જ કિમી જ ચાલી કે તરત જ સ્તિથી ખરાબ થતાં પ્રસૂતિ કરાવી પડી.

રૈયાધાર ની મહિલા ને પ્રસૂતિ ની પીડા ઉપડતા મહિલાને તાત્કાલિક પ્રસૂતિ માટે ૧૦૮ માં જાણ કરવામાં આવી હતી. બેડિપરા ટીમ ને જાણ થતાં EMT નયનભાઈ પટેલ અને pilot કરસનભાઈ રબારી ઘટનાસ્થળે પહોચવા તાબડતોડ રવાના થયા હતા ઘટનાસ્થળે પહોંચી પ્રસૂતાને એમ્બ્યુલન્સ માં લઈ હોસ્પિટલ જવા નીકળ્યા હતા પરંતુ એમ્બ્યુલન્સ ૧ જ કિમી ચાલતા સ્થિતિ ખરાબ થતાં pilot કરસનભાઈ રબારી અને EMT નયનભાઈ પટેલ એ ૧૦૮ ને હાઇવે ઉપર જ સાઈડ માં રોકી મહિલા ની સુજબુજ થી પ્રસૂતિ કરાવી હતી.

ત્યાં ડિલિવરી ના સમયે બાળક ની ગરદન ફરતે ગર્ભનાળ વીંટળાયેલા જોતા પ્રથમ ગર્ભનાળ સહજતાથી ક્લેમપ કરી અલગ કર્યા અને સફળ ડિલિવરી કરાવી હતી રૈયાધાર માં રહેતા હિરૂબેન વિરમભાઇ સિરોડિયા ને વધુ સારવાર માટે સિવિલ માં જનાના હોસ્પિટલ માં પહોંચાડવામાં આવ્યા હતાં.

આમ ગુજરાત સરકાર ની ૧૦૮ ઇમરજન્સી સેવા ફરી એકવાર દેવદૂત સાબિત થતાં જોવા મળે છે. અને હિરૂબેન્ અને તેમના સગાએ ૧૦૮ નો હદયપૂર્વક આભાર માન્યો હતો.

અહેવાલ- કરશન બામટા, આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here