સૌરાષ્ટ્ર કચ્છમાં 6 કલાકમાં ભૂકંપના 10 આંચકા, જામનગરના લાલપુરમાં, કચ્છના દુધઈમાં અને પોરબંદર ઘણધણ્યા

0
92
  • આંચકાથી શહેરના અમુક વિસ્તારમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા

સૌરાષ્ટ્ર-કચ્છમાં 6 કલાકમાં ભૂકંપના 10 આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. પોરબંદર નજીક 7, જામનગરના લાલપુરમાં 2 અને કચ્છમાં ધરતીકંપ આવતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. જો કે ભૂકંપના આંચકાથી શહેરમાં કોઈ નુકસાન પહોંચ્યું નથી.

પોરબંદરમાં ભૂકંપના 8 આંચકા નોંધાયા
વહેલી સવારે 6.21 કલાકે, મોડી રાત્રે 2.59, 2.54, 2.13, 2.07, 1.26, 12.34 અને 12.19 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ જામનગરના લાલપુરમાં મોડી રાત્રે 2.59 અને 2.21 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

16 જુલાઈએ રાજકોટમાં 4.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો
16 જુલાઈએ રાજકોટમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. રાજકોટથી અંદાજે 22 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર હોવાનું જાણવા મળ્યું હતું. રાજકોટના કોટડાસાંગાણી તાલુકામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે આવેલા ભૂંકપનાં કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અંદાજીત 4 સેકન્ડ સુધી ભૂંકપના તીવ્ર આંચકા અનુભવાયા હતા.

10 ફેબ્રુઆરીએ 2.4નો આંચકો અનુભવાયો હતો
રાજકોટમાં 10 ફેબ્રુઆરીએ 2.4 રિક્ટર સ્કેલનો ભૂકંપ નોંધાયો હતો. રાજકોટમાં આ ઘણા સમય પછીનો ધરતીકંપ હતો પણ તેના 21મા દિવસે ફરી એક હળવો આંચકો અનુભવાયો હતો. બંનેમાં સામ્યતા એ હતી કે તે એક જ એપી સેન્ટર પરથી ઉદભવ્યા હતા. આ એપી સેન્ટરની તપાસ કરાતા 10મીએ આવેલા ભૂકંપના એપીસેન્ટરથી માત્ર 3 જ કિ.મી. દૂર હોવાનું જાણવા મળ્યું હતું. સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણેક મહિનાથી ભૂકંપના આંચકા અવાર-નવાર અનુભવાય રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here