ઓક્સફોર્ડની કોરોના રસીની ટ્રાયલ દરમિયાન વોલન્ટિયરનું મોત

0
71
  • ફેડરલ યૂનિવર્સિટી ઓફ સાઓ પાઓલોની મદદથી બ્રાઝીલમાં કોરોના વાયરસની રસીના ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે


કોરોના વેક્સીનના ટ્રાયલ દરમિયાન મોત થયાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. બ્રાઝીલમાં કોરોના વેક્સીનના ટ્રાયલ દરમિયાન એક વોલન્ટિયરનું મોત થયું છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ટ્રાયલમાં વોલન્ટિયરે દમ તોડ્યો હતો.


આ વેક્સિન એસ્ટ્રાઝેનેકા એઝેડએન.એલ તથા ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવી રહી છે. સાથે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ વેક્સિનને લગતો ટ્રાયલ આગળ ચાલુ રાખવામાં આવશે. જોકે, આ વોલન્ટિયરને રસી આપવામાં આવી ન હતી માટે રસીનું ટ્રાયલ ચાલુ રાખવામાં આવ્યું છે.


ફેડરલ યૂનિવર્સિટી ઓફ સાઓ પાઓલોની મદદથી બ્રાઝીલમાં કોરોના વાયરસની રસી એઝેડડી222ના ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. યૂનિવર્સિટીએ જાણકારી આપી છે કે જે વેલન્ટિયરનું મોત થયું છે તે બ્રાઝીલનો હતો. બ્લૂમબર્ગ અનુસાર 28 વર્ષના વોલન્ટિયરને રસી આપવામાં આવી ન હતી. એ કહ્યું કે, આ ઘટના બાદ પણ રસીનું ટ્રાયલ ચાલુ રહેશે પરંતુ આ મામલે વધારે જાણકારી આપવામાં નથી આવી. જ્યારે ઓક્સફોર્ડના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, રસીની સુરક્ષાને ધ્યાનમાં લઇને કોઈ ચિંતાની વાત નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here