ગોંડલ યાર્ડમાં એક દિવસમાં 90,000 ગુણી મગફળીની આવક

0
72

ગોંડલ યાર્ડમાં એક જ દિવસમાં મગફળીની 90 હજાર ગુણીની આવક થઇ છે. છેલ્લા ઘણા સમયથી ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવકોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વારંવાર યાર્ડમાં મગફળીની 1 લાખ ગુણી કરતા મગફળીની આવકો જોવા મળતી હોય છે. પરંતુ ગઈકાલના રોજ વરસાદી માહોલને લઈને મગફળીની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. અત્યાર સુધીમાં નવી મગફળીની સિઝનના પ્રારંભથી આજ દિવસ સુધીમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની કુલ આવક 2,40,085 ક્વીન્ટલની જોવા મળી છે. તો બીજી તરફ માર્કેટ યાર્ડમાં મગફળીની હરાજીમા મગફળીના 20 કિલોના ભાવ રૂપિયા 700/- થી લઈને 1100/- સુધીના બોલાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here