આજે પણ રાજ્યના 17 તાલુકામાં વરસાદ નોંધાયો, જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ 1 ઈંચ માળીયામાં

0
313
  • ગઈકાલે દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ વરસાદ; ખંભાળિયામાં 12 , કલ્યાણપુરમાં 11 , દ્વારકામાં 9 , ભાણવડમાં 8 ઈંચ વરસાદ નોંધાયો
  • આજે બુધવારે કચ્છ તથા દેવભૂમિ દ્વારકા તથા આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગાંધીનગર. આજે સતત ચોથા દિવસે રાજ્યમાં વરસાદ મેઘમહેર જારી છે અને રાજ્યના 17 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન જૂનાગઢના માળીયામાં સૌથી વધુ એક ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢ શહેર અને તાલુકામાં 10 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટના જેતપુરમાં પણ 10 મિમિ વરસાદ નોઁધાયો છે. આ ઉપરાંત જૂનાગઢાના મેંદરડામાં 6 અને વિસાવદરમાં 5 મિમિ વરસાદ નોઁધાયો છે.

આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન નોઁધાયેલો 5 મિમિ સુધીનો વરસાદ

જિલ્લોતાલુકોવરસાદ (મિમિમાં)
જૂનાગઢમાળીયા24
જૂનાગઢજૂનાગઢ10
જૂનાગઢજૂનાગઢ શહેર10
રાજકોટજેતપુર10
જૂનાગઢમેંદરડા6
જૂનાગઢવિસાવદર5

કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગે આજે બુધવારે કચ્છ તથા દેવભૂમિ દ્વારકા તથા આસપાસના વિસ્તારોમાં બુધવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર નજીક સમુદ્રમાં લૉ-પ્રેશર સર્જાયું હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જે હજુ પણ ચાલુ રહેશે.

દેવભૂમિ દ્વારકામાં સાર્વત્રિક અને કચ્છ, જામનગર, પોરબંદરમાં પણ સારો વરસાદ
ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લા પર મેઘરાજા ઓળઘોળ થયા હતા. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખંભાળિયામાં 12 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત કલ્યાણપુરમાં 11 ઈંચ, દ્વારકામાં 9 ઈંચ, ભાણવડમાં 8 ઈંચ વરસાદ નોંધાયો હતો. કચ્છ જિલ્લામાં પણ મેઘમહેર રહી હતી.  કચ્છના માંડવી અને મુન્દ્રામાં 7 ઈંચ વરસાદ નોંધાયો હતો. જામનગરના જામજોધપુર અને પોરબંદરના કુતિયાણામાં પણ 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. નખત્રાણા અને માણાવદરમાં 6 ઈંચ તેમજ જામનગરના લાલપુર અને પોરબંદરમાં 5 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગઈકાલે 7 જુલાઈએ રાજ્યમાં વરસેલા 1થી વધુ ઈંચ વરસાદના આંકડા

જિલ્લોતાલુકોવરસાદ (મિમિમાં)
દેવભૂમિ દ્વારકાખંભાળિયા299
દેવભૂમિ દ્વારકાકલ્યાણપુર285
દેવભૂમિ દ્વારકાદ્વારકા229
દેવભૂમિ દ્વારકાભાણવડ208
કચ્છમાંડવી183
કચ્છમુન્દ્રા181
જામનગરજામજોધપુર179
પોરબંદરકુતિયાણા168
કચ્છનખત્રાણા154
જૂનાગઢમાણાવદર139
જામનગરલાલપુર120
પોરબંદરપોરબંદર115
પોરબંદરરાણાવાવ95
રાજકોટઉપલેટા88
જામનગરજામનગર84
કચ્છઅબડાસા76
જામનગરકાલાવડ74
જૂનાગઢમેંદરડા66
કચ્છલખપત60
રાજકોટધોરાજી50
જૂનાગઢવંથલી99
જૂનાગઢજૂનાગઢ48
જૂનાગઢજૂનાગઢ શહેર48
જૂનાગઢકેશોદ47
જૂનાગઢવિસાવદર41
સુરતસુરત શહેર40
જામનગરધ્રોલ37
વલસાડઉમરગામ37
સાબરકાંઠાવિજયનગર33
નવસારીજલાલપોર31
જૂનાગઢમાળીયા30
રાજકોટજામકંડોરણા29
જૂનાગઢભેસણ28
ભરૂચહાંસોટ28
જામનગરજોડિયા27
કચ્છભુજ25