ગીતા બસરાએ ટ્રોલિંગ પર તોડ્યું મૌન

0
86

સોશિયલ મીડિયા એ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કોઈ પણ વ્યક્તિને સરળતાથી ટાર્ગેટ અને ટ્રોલ કરવામાં આવે છે. ત્યારે આવું જ કંઈક ક્રિકેટરોની પત્નીઓ સાથે પણ થાય છે. મેદાનમાં ટીમો રમી રહી છે ત્યારે તેમની પત્નીઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. હાલ જ હરભજનના નબળા પ્રદર્શનને લઈને તેમની પત્ની ગીતાને ટ્રોલ કરવામાં આવી રહી છે ત્યારે હરભજન સિંહની પત્નીએ આ મુદ્દે મૌન તોડતા કહ્યું હતું કે ક્રિકેટરોની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્સ તેમના માટે સોફ્ટ ટાર્ગેટ છે.અને લોકો તેને નિશાન બનાવે છે ત્યારે લોકોએ  ફક્ત રમતનો આનંદ માણવો જોઈએ અને તેમને સપોર્ટ કરવો જોઈએ.

ગીતા બસરાએ વધુમાં કહ્યું હતું કે આ બધું નેગેટીવીટીનો ભાગ છે અને તેનાથી મને કોઈ ફર્ક નથી પડતો પરંતુ લોકોએ  ક્રિકેટરોની પત્નીઓને બલીનો બકરો ન બનાવતા માત્ર રમતનો આનંદ માણીને તેમનો સપોર્ટ કરવો જોઈએ અને તેમનો ઉત્સાહ વધારવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here