રેલ્વે સંરક્ષણ અને BSNLની ખાલી જમીનો વેચી ખરબો રૂપિયા ભેગા થશે

0
95

કેન્દ્ર સરકાર હવે નાણાકીય સ્ત્રોત ઉભા કરવા અને વધુ આવક મેળવવા માટે નવા-નવા પ્રયોગો કરવા માંગે છે અને તેના ભાગરૂપે હવે રેલવે સંરક્ષણ તેમજ બીએસએનએલ ની માલિકીની ખાલી પડેલી જમીનો દ્વારા અબજો અને ખરબો રૂપિયા એકત્ર કરવા ની યોજના બનાવવામાં આવી છે અને આ બારામાં કેન્દ્ર સરકાર દ્વારા કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવી છે.

કેન્દ્ર સરકારના તમામ વિભાગો પાસેથી સરકારે ખાલી પડેલી જમીન અંગેનો સમગ્ર ચિતાર મેળવવાની શરૂઆત કરી દીધી છે અને તેનો ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે. ખાલી  પડેલી જમીનો મારફત ધૂમ આવક ભેગી કરવાનો કેન્દ્ર સરકારનો ઇરાદો છે અને આ રકમ દેશના કલ્યાણ માટે વાપરવાનો કેન્દ્ર સરકારનો ઇરાદો છે.


સરકારના અંતરંગ વર્તુળોએ એવી માહિતી પણ આપી છે કે અનેક મંત્રાલયો દ્વારા ખાલી પડેલી જમીનની માહિતી એકત્ર કરીને તેના પર કોમર્શિયલ ડેવલપમેન્ટ અને માળખાગત સુવિધાઓ ઉભી કરવા માટેની યોજનાઓ બનાવી લીધી છે અને તેની માહિતી પણ સરકારને આપી દેવામાં આવી છે.


કેન્દ્ર સરકારની આવકમાં વધારો થાય તે રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે અને ખાલી પડેલી જમીનનો સરવે શરૂ થઇ ગયો છે અને તેની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. આ પહેલા પણ કેન્દ્ર સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે રેલવેની ખાલી પડેલી જમીનો દ્વારા સરકાર જંગી આવક ઊભી કરવા માંગે છે.


જોકે હવે સરકારે પોતાની આ યોજનામાં અનેક મંત્રાલયને સામેલ કરી લીધા છે અને સંરક્ષણ મંત્રાલયે તેમ જ બીએસએનએલની માલિકીની પણ દેશમાં ખાલી જમીનો મોટા પ્રમાણમાં છે અને તેનો ઉપયોગ પણ કરી લેવાની યોજના બનાવી લેવામાં આવી છે.


દેશમાં કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે કેન્દ્ર સરકારને વધુ પ્રમાણમાં ખર્ચ થઈ રહ્યો છે ત્યારે વિકાસના કામો કરવા માટે વધુ આવક ની જરૂર છે અને આ યોજના થકી કેન્દ્ર સરકાર પૂરતા પ્રમાણમાં આવક ઊભી કરી લેશે તેમ માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here