ટોરેન્ટમાં 27 જૂન, UGVCLમાં 24 જૂનથી બિલમાં લાગુ પડશે
અમદાવાદ. શહેરના ટોરેન્ટના રૂ.10.50 લાખ અને યુજીવીસીએલના 56 હજારથી વધુ કનેક્શનનું મહિને 200 યુનિટ સુધીનું વીજ બિલ આવ્યું હશે તો 100 યુનિટ માફ કરાશે. ટોરેન્ટમાં 27મી જૂન અને યુજીવીસીએલમાં 24મી જૂનથી બનનારા બિલમાં લોકોને લાભ મળવાનું શરૂ થશે.
ટોરેન્ટના પીઆરઓ જયેશ દેસાઇએ કહ્યું કે, ‘ગત 27મી જૂનથી બિલની ફાળવણી શરૂ થઇ છે. બિલની સાઇકલ મુજબ ગ્રાહકોને 100 યુનિટ અને ફિકસ્ડ ચાર્જનો એકવાર લાભ મળશે.’ આ અંગે યુજીવીસીએલના અધિકારીઓએ કહ્યું કે, ‘મહિને ફિકસ્ડ ચાર્જમાં રૂ.15થી 45 સુધીનો લાભ
મળશે. ગત 24મી જૂનથી બિલની ફાળવણી થઇ છે. બિલની સાઇકલ હશે તે મુજબ ગ્રાહકોને લાભ મળશે.’
ચાંદખેડામાં 16 હજાર સુધીનું બિલ આવતાં રોષ
ચાંદખેડામાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવેલા ફલેટમાં સામાન્ય દિવસો દરમિયાન પ્રતિ બે માસ એક હજારથી બે હજાર સુધીના બિલ આવે છે. તેના બદલે 5 હજારથી 16 હજાર સુધીના બિલ યુજીવીસીએલે ફટાકાર્યા હોવાનું સામે આવ્યું છે, જેથી રહીશોમાં રોષ છે. આ અંગે રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઇ જવાબ મળ્યો નથી