સુશાંત કેસમાંથી ઉદ્ધવે બોધપાઠ લીધો, પ.બંગાળ પછી મહારાષ્ટ્રે પણ CBI તપાસ પૂર્વે રાજ્યની મંજૂરી ફરજિયાત કરી

0
108

મહારાષ્ટ્ર સરકારે સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં CBI તપાસ પર વાંધો ઉઠાવ્યો હતો (ફાઈલ તસવીર).

કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ હવે મહારાષ્ટ્રમાં કોઈપણ તપાસ શરૂ કરતાં પહેલાં રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે. મહારાષ્ટ્ર સરકારે બુધવારે સામાન્ય સહમતી પાછી લઈ લીધી છે. ખોટા TRP કેસમાં CBIના કેસ નોંધ્યાના એક દિવસ પછી મહારાષ્ટ્ર સરકારે આ આદેશ જાહેર કર્યો છે

ફેક TRP કેસમાં CBIની એન્ટ્રી કેવી રીતે થઈ?
રિપબ્લિક ટીવી સહિત 3 ચેનલની TRP એટલે કે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટમાં છેતરપિંડીનો ઘટસ્ફોટ મુંબઈ પોલીસે કર્યો હતો. આ કેસમાં ઘણા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે. તો આ તરફ લખનઉના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં એક વિજ્ઞાપન કંપનીએ પણ આવો કેસ નોંધાવ્યો છે, જેને ઉત્તરપ્રદેશ સરકારે CBIને સોંપી દીધો છે. એટલા માટે CBIએ મંગળવારે છેતરપિંડીવાળા TRP કેસની તપાસ શરૂ કરી દીધી છે.

મહારાષ્ટ્ર સરકાર CBI તપાસ પર પહેલાં પણ વાંધો ઉઠાવી ચૂકી છે
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસ CBIને સોંપવા માટે મહારાષ્ટ્ર સરકારે વાંધો ઉઠાવ્યો હતો. કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો અને કોર્ટે તપાસ CBIને સોંપીને મુંબઈ પોલીસને તપાસમાં મદદ કરવાના આદેશ આપ્યા.

સુશાંત કેસ પર અસર નહીં પડે
આ કેસમાં જોડાયેલી અધિકારીઓનું કહેવું છે કે CBI પર પ્રતિબંધ લગાવવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયથી સુશાંત કેસની તપાસ પર અસર નહીં પડે. આ કેસની તપાસ પહેલાંથી જ ચાલી રહી છે અને સુપ્રીમ કોર્ટના આદેશ પર તપાસ કરવામાં આવી રહી છે. રાજકીય જાણકારોનું કહેવું છે કે મહારાષ્ટ્ર સરકાર, યુપી સરકારના નિર્ણયને રિપબ્લિક ટીવીને બચાવવાના પ્રયાસના રૂપમાં જોઈ રહી છે.

અન્ય બિન-ભાજપી રાજ્યોમાં પણ CBIની એન્ટ્રીને અટકાવવાનો પ્રયાસ થયો હતો
મહારાષ્ટ્રે પહેલાં પશ્વિમ બંગાળ, રાજસ્થાન અને છત્તીસગઢની સરકારો પણ આવા નિર્ણય લઈ ચૂકી છે. આ વર્ષે પશ્વિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ CBI પર પ્રતિબંધ લગાવી દીધો છે. છત્તીસગઢ સરકારે 10 જાન્યુઆરી, 2019ના રોજ CBI પાસેથી જનરલ કન્સેન્ટ પાછી ખેંચી લીધી હતી. થોડાક મહિના પહેલાં રાજસ્થાનની ગેહલોત સરકારે પણ આ જ નિર્ણય લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here