રાજકોટમાં 422 જગ્યા પર આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યુ હતું
- 96 હોસ્પિટલ, 189 ભંગારના ડેલા અને 125 બાંધકામ સાઇટ પર ચેકિંગ કરાયું હતું
ડેન્ગ્યુ ફેલાવતા એડિસ ઇજીપ્તી મચ્છર દિવસે કરડતા હોવાથી દિવસ દરમિયાન બહોળા પ્રમાણમાં જનસમુદાય એકત્રિત હોય તેવા સ્થળોએ ડેન્ગ્યુ રોગ ફેલાવવાની સંભાવના વધુ રહે છે. મચ્છરજન્ય રોગચાળા અટકાયતી માટે રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ચેકિંગ અભિયાનમાં ગત અઠવાડિયા દરમિયાન સ્ટર્લિંગ હોસ્પિટ સહિત 96 હોસ્પિટલ, 189 ભંગારના ડેલા અને 125 બાંધકામ સાઇટ સહિતની અલગ અલગ 422 જગ્યામાં મચ્છર ઉત્૫તિ અંગે ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી હેઠળ 81 જગ્યામાં મચ્છરના બ્રિડિંગ મળી આવતા તમામને નોટિસ આ૫વામાં આવી છે.
એડીસ ઇજીપ્તી મચ્છરના ઇંડા પાણી વિના એક વર્ષ કરતા વધારે સમય જીવે છે
મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા રોગો મચ્છર દ્વારા ફેલાય છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા રોગો ફેલાવતા મચ્છર માનવસર્જિત બંધિયાર અને ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થાય છે. ડેન્ગ્યુ ફેલાવતા એડીસ ઇજીપ્તી તદ્દન ઓછા પ્રમાણમાં પાણીનો જથ્થો ધરાવતા કોઇ પણ પ્રકારના પાણી ભરેલા પાત્રોમાં ઉત્પન્ન થાય છે. એડીસ ઇજીપ્તી મચ્છરના ઇંડા પાણી વિના એક વર્ષ કરતા વધારે સમય જીવે છે.
રાજકોટમાં 81 જગ્યા પરથી મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા
સિદ્ધિ ઓર્થોપેડીક – કસ્તુરબા રોડ, આદિત્ય હોસ્પિટલ-વિદ્યાનગર મેઈન રોડ, નિરામય હોસ્પિટલ- કરણસિંહજી રોડ, સ્ટર્લિંગ હોસ્પિટલ- નાણાવટી ચોક, ઓમ હોસ્પિટલ – ગાયત્રીનગર, ડો. સુધીર શેઠ- વિદ્યાનગર મેઈન રોડ, નોમાન ટ્રેડર્સ- લાતી પ્લોટ, નટરાજ એપા.- શક્તિનગર, રાજ સ્ક્રેપ- ભાવનગર મેઈન રોડ, બાંધકામ સાઇટ- મંગલા રોડ, માઈલ સ્ટોન હોસ્પિટલ- વિદ્યાનગર મેઈન રોડ, ફોર્ચ્યુન વિવાન્તા બાંધકામ સાઇટ- જીવરાજ પાર્ક સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસે, બાંધકામ સાઇટ-જયમલ પરમાર માર્ગ, એલીગન્સ ફ્લેટ- શ્રી રામ પાર્ક, પી. એમ. હોસ્ટેલ- સુભાષ નગર 10, ભૂમિ એપાર્ટમેન્ટ- સુભાષ નગર 2, રાધે હાઈટ્સ બાંધકામ સાઇટ- ગીત ગુર્જરી સોસાયટી, રીયલ ઇન્ડસ્ટ્રી-સમ્રાટ ઇન્ડસ્ટ્રી એરિયા 12, બાંધકામ સાઈટ- કેવડાવાડી 17, એમ. એસ. કોર્પોરેશન ભંગારનો ડેલો- મોમીન સોસાયટી, રોયલ વેસ્ટેજ સપ્લાયર્સ- જામનગર રોડ, સંકલ્પ સ્કૂલ-મેઘાણી નગર, ન્યુ બાંધકામ – ઓમ તિરુપતિ બાલાજી પાર્ક, શાંતિ બાંધકામ 2 – રૈયાધાર હિંમતનગર પાછળ, શાંતિ બાંધકામ 3- રૈયાધાર હિંમતનગર પાછળ, દર્શક ટ્રેડર્સ–મોરબી રોડ સહિત 81 સ્થળો પરથી મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા હતા.