અમદાવાદની IIPRE કંપનીના માલિકે કંપનીની પૂર્વ CEO સુનિતા પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ, લોગો-ડેટાનો દૂરઉપયોગ કરી પૈસા કમાવવાનો આક્ષેપ

0
54

શહેરના આનંદનગરમાં ટાઇટેનિયમ સિટી સેન્ટર મોલમાં આવેલી IIPRE ( ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેલ્વિક ફ્લોર રિસર્ચ, રિહેબ એન્ડ એજ્યુકેશન) કંપનીના માલિક ડૉ. હેત ઉર્ફે હેરત વિધૂત કુમાર દેસાઈએ તેમની કંપનીની પૂર્વ CEO ડૉ. સુનિતા જયકુમાર પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. મહિલાએ કંપનીના CEOના પદ પર હતા ત્યારે વિવિધ ડેટા, સોશિયલ મીડિયા એકાઉન્ટ, લોગો વગેરેનો દૂરઉપયોગ પૈસા કમાવવા માટે કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

કંપનીનો અંગત ડેટા પણ શેર ન કરવાની શરત હતી
ડો. હેત IIPRE નામની ભાગીદારી પેઢી ધરાવી સ્ત્રી સ્વાસ્થ્ય, ‘પેલ્વિક ફ્લો’એટલે નિતંબ અને પેઢુંના માનવ શરીરમાં આવેલા ગુપ્ત અંગો વગેરેની પુનઃસ્થાપના, અભ્યાસ, શિક્ષણ, ટ્રેનિંગ, સંશોધન, ઇનોવેશન સારવાર વગેરે અંગે તેમજ વિશિષ્ટ કસરતો વગેરે ડેવલોપમેન્ટ કરવાની પ્રવૃત્તિ કરે છે. ડૉ. હેતની બીજી ભાગીદારી પેઢી WOW paradise કંપની આવેલી છે. IIPRE ભાગીદારી પેઢીનાં CEO તરીકે ડો. હેતે ડો. સુનિતા જયકુમાર પટેલની નિમણુંક કરી હતી. જેના એગ્રીમેન્ટ પણ કર્યા હતાં. જેમાં કંપનીનો અંગત ડેટા પણ શેર ન કરવાની શરત હતી. થોડા સમય બાદ ડો.સુનિતાનું વર્તન બદલાઈ ગયું હતું. તપાસ કરતા તેઓએ અન્ય ભાગીદારી પેઢી ચાલુ કરી કંપનીનો ડેટા વાપર્યો હતો.

ડો. હેતના પુસ્તકનો પણ ધંધા માટે ઉપયોગ કરી કમાણી કરી હોવાનો આક્ષેપ
ડો. હેતે ‘હેત મેન્યુઅલ ઓફ પેલ્વિક ફલોર રિહેબિલિટેશ’ નામનું પુસ્તક તૈયાર કરેલું હતું. આ પુસ્તક એમેઝોનમાં યુરોલોજી ફિલ્ડમાં બેસ્ટ સેલર બન્યું હતું.ડો. સુનિતાએ આ પુસ્તકનો ઉપયોગ પોતાના ધંધા માટે કરી કમાણી કરી હતી. ડો.હેતની પેઢીનાં નિષ્ણાંત તરીકે પોતાને રજૂ કરવાનું ચાલુ રાખી ડૉ. સુનિતા પટેલ લોકોને છેતરી રહ્યાં છે. તેઓએ ટ્રેડ સિક્રેટ, કોન્ફિડેન્સીયાલિટી અને બે લિગલ એગ્રીમેન્ટનો પણ ભંગ કર્યો હતો. ડો. સુનિતાએ CEO તરીકે નોકરી છોડી બાદ પણ પોતે કંપનીનાં CEO છે તે રીતે પોતાને બતાવવાનું ચાલુ રાખ્યું હતું. પોતે ફર્ટિલિટી રિહેબ સ્પેશિયાલિસ્ટ તરીકે કોઈ તાલીમ ન લીધી હોવાં છતાં બંને કંપનીના નામનો ઉપયોગ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here