અમદાવાદમાં સૌથી વધુ મોબાઈલ ગેમિંગના રસિયા: ટોપ-10માં વડોદરા, સુરત, રાજકોટ

0
67
  • મોબાઇલ એનાલિટિક કંપ્ની ઓપ્ન સિગ્નલનો રસપ્રદ સર્વે: ઈન્ટરનેટને કારણે ક્રેઝ વધ્યો


મોબાઇલ ગેમિંગના મોરચે અમદાવાદ દેશમાં ટોચનું શહેર છે, તેમ મોબાઇલ એનાલિટિક કંપ્ની ઓપ્ન સિગ્નલનો એક અભ્યાસ દશર્વિે છે. આ કંપ્નીએ દેશના 48 શહેરોના મોબાઇલ નેટવર્કનું વિશ્લેષણ કર્યું હતું અને યૂઝર્સની સંખ્યાના આધારે મોબાઇલ ગેમિંગમાં દેશના ટોચના 10 શહેરોની યાદી જાહેર કરી હતી તેમાં અમદાવાદ બાદ મુંબઈ બીજા ક્રમે અને વડોદરા ત્રીજા ક્રમ પર આવે છે. રસપ્રદ બાબત એ છે કે અમદાવાદ અને મુંબઈ જ ટાયર-1 શહેરો છે જે ટોચના 10 મોબાઇલ ગેમિંગ શહેરોમાં સ્થાન ધરાવે છે. એનાલિટિક કંપ્ની માને છે કે ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં સસ્તા સ્માર્ટફોન્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને સાથોસાથ દેશમાં સસ્તા ઇન્ટરનેટની ઉપલબ્ધિ તથા બેંડવિડ્થમાં સુધારાથી તેમણે ટોચના 10 શહેરોમાં સ્થાન મેળવ્યું છે.


જ્યારે અમદાવાદના મોબાઇલ ગેમરસિકો 71.7ના સ્કોર સાથે ટોચના રેન્ક પર છે ત્યારે અન્ય ટોચના શહેરોમાં નવી મુંબઈનો સ્કોર 70.1, વડોદરાનો સ્કોર 69.8, સુરત 68, ભોપાલ 67,8, મુંબઈ 67.8, ગ્વાલિયર 67.7, ઇંદોર 67.7, થાણે 65.7 અને રાજકોટ 64.3ના સ્કોર સાથે સામેલ છે. કુલ 48 શહેરોની યાદીમાં 47.9ના સ્કોર સાથે સૌથી છેલ્લો ક્રમ તિરુવનંથપુરમનો ક્રમ હતો. ટાયર-1 શહેરોની વાત કરીએ તો અન્ય ટાયર-1 શહેરોનો સ્કોર આ પ્રમાણે છે. ચેન્નઇનો સ્કોર 63.6, હૈદરાબાદ 63.1, પૂણે 61.5, બેંગ્લુરૂ 61.3, દિલ્હી 59.8 અને કોલકાતા 57.2નો સ્કોર ધરાવે છે.


ઓપ્ન સિગ્નલે ચાલુ વર્ષની 30 એપ્રિલથી 29 જુલાઇ દરમિયાનના ડેટા પર અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ દશર્વિે છે કે સારો ગેમિંગ એક્સપિરિયન્સ ત્રણ બાબતો પર આધાર રાખે છે, યૂઝર ડેટાગ્રામ પ્રોટોકોલ(યુડીપી) લેટેંસી, પેકેટ લોસ અને જિટર. યુડીપી લેટેંસી અથવા પેકેટ લોસ ગેમિંગ જેવા ટાઇમ-સેન્સિટિવ એપ્લિકેશન માટે નેટવર્ક કલેક્શનની એકાઉન્ટિબિલિટીને માપે છે. પેકેટ લોસ એવા ડેટા પેકેટ્સની માત્રા દશર્વિે છે જે ક્યારેય તેના સ્થાન પર પહોંચતા નથી. જિટર ડેટા પેકેટના આવવાના સમયની પરિવર્તનશીલતા દેખાડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here