ગેંગસ્ટરનો અંગત અમર દુબે એન્કાઉન્ટરમાં ઠાર; વિકાસ ફરિદાબાદ હોટલમાં દેખાયો, પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં ફરાર થયો

  0
  262
  • વિકાસ દુબેની તપાસ ચાલી રહી છે, મંગળવારે ફરીદાબાદમાં જોવા મળ્યો હતો
  • વિકાસના ઘરના રસ્તામાં પોલીસ તહેનાત, આવતા જતા દરેક વ્યક્તિની પુછપરછ

  કાનપુર. કાનપુર શુટઆઉટના છઠ્ઠા દિવસે પોલીસે ગેંગસ્ટર વિકાસ દુબેના અંગત અમર દુબેનું એન્કાઉન્ટર કરી દીધું છે. ઉત્તરપ્રદેશ પોલીસની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સે હમીરપુરમાં અમરને ઠાર માર્યો છે. તે કાનપુરના ચૌબેપુરના વિકરુ ગામમાં થયેલા શુટઆઉટમાં સામેલ હતો અને વિકાસનો રાઈટ હેન્ડ કહેવાતો હતો. પોલીસે અમર પર 25 હજારનું ઈનામ જાહેર કર્યું હતું. વિકરુ ગામમાં 2 જુલાઈએ વિકાસ દુબે ગેંગે પોલીસની ટીમ પર ફાયરિંગ કર્યું હતું. હુમલામાં 8 પોલીસકર્મીઓના મોત થયા હતા.

  STFએ અમરને સરેન્ડર કરવાની તક આપી હતી, પણ તેણે ફાયરિંગ કરી દીધું
  ADG એલઓ પ્રશાંત કુમારે જણાવ્યું કે, એન્કાઉન્ટર આજે સવારે થયું હતું. અમરના હમીરપુરમાં હોવાની સૂચના મળતા જ STFની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અમરને સરેન્ડર કરવા માટે પણ કહ્યું, પણ તેણે ફાયરિંગ શરૂ કરી દીધું. પોલીસની કાર્યવાહીમાં અમર ઠાર મરાયો હતો. STF અને ઉત્તરપ્રદેશ પોલીસની ટીમ વિકાસ દુબે અને તેના સાથીઓની તપાસમાં સતત રેડ પાડી રહી છે.

  વિકાસની તપાસમાં રેડ, ફરીદાબાદમાં જોવા મળ્યો 
  વિકાસ દુબે તેના સાથીઓ સાથે મંગળવારે ફરીદાબાદમાં એક હોટલમાં ગયો હતો. તે કોઈ એકના દ્વારા જ પેમેન્ટ કરાવવા માંગતો હતો પણ હોટલ સ્ટાફે કહ્યું કે, પેમેન્ટ કરનારે ID આપવું પડશે. વિકાસ લંગડાતો ચાલી રહ્યો હતો, એટલે આસ પાસના લોકોને શંકા ગઈ તો તેમણે પોલીસને જાણ કરી. પોલીસે હોટલ પહોંચીને વિકાસના સાથીઓને ઝડપી પાડ્યા પણ વિકાસ ફરાર થઈ ગયો હતો. ત્યારપછી આસ પાસના વિસ્તારની પોલીસને પણ એલર્ટ કરી દેવાઈ હતી. એવો અંદાજ છે કે વિકાસ પાસે પર્સનલ ગાડી નથી,તે ટેક્સીમાં ફરી રહ્યો છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here