સૌ.યુનિ.એ પ્રોફેસરને ડિસમિસ કરવાના ઠરાવનો ત્રણ મહિના પછી અમલ કર્યો

0
67

પોતાના ભવનની એક વિદ્યાર્થીની સાથેના જાતીય સતામણીને લગતા કેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના પ્રોફેસર રાકેશ જોષીને આખરે ડિસમિસ કરવામાં આવ્યા છે.

પોતાની સાથે થયેલી જાતીય સતામણીને લગતી ફરિયાદ અર્થશાસ્ત્ર ભવનની એક વિદ્યાર્થીનીએ કરી હતી અને આ સમગ્ર પ્રકરણમાં નિવેદન લેવા, તપાસ કરવા અને રૂબરૂ સુનાવણી સહિતના કામમાં લાંબો સમય પસાર થઈ ગયો હતો. નિવૃત્ત જજના અધ્યક્ષસ્થાને એક કમિટી રચવામાં આવી હતી અને જસ્ટિસ ત્રિવેદીએ આ કેસમાં પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો.


તપાસ સમિતિના રિપોર્ટ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડિકેટની ગયા ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહમાં મળેલી બેઠકે રાકેશ જોષીને ડિસમિસ કરવાનો નિર્ણય લીધો હતો. આમ છતાં તેનો અમલ હજુ સુધી થયો ન હતો. રાકેશ જોષીનું પ્રકરણ શરૂ થયું ત્યારથી જ યુનિવર્સિટીનુ એક જૂથ તેને બચાવવા મેદાને પડયું હતું અને સિન્ડિકેટના ઠરાવ પછી પણ તેની અમલવારી કરવામાં આવી નહોતી. એટલું જ નહીં આ પ્રોફેસરને ઘેર બેઠા પગાર પણ ચાલુ રખાયો હતો. આ બાબતે જોરદાર ટીકા શરૂ થતાં આખરે આજે યુનિવર્સિટીએ વહીવટી પ્રક્રિયા પૂરી કરીને રાકેશ જોષીને ડિસમિસ કરવાનો આદેશ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here