કોરોના હર્બલ જયુસની પેઢીમાં મહાપાલિકાના દરોડા: ઉત્પાદન બંધ કરાવાયું: લાખોનો જથ્થો સીઝ

0
154

રાજકોટ શહેરના ગોંડલ રોડ પર કોરોનાના નામે જયુસનું ઉત્પાદન કરી છેતરામણી અને ગેરમાર્ગે દોરનારી જાહેરાતો કરતી પેઢી પર મહાપાલિકાએ દરોડા કાર્યવાહી હાથ ધરી તત્કાલ ઉત્પાદન બંધ કરાવ્યું હતું અને ા.8 લાખનો જથ્થો સીઝ કરી ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો.પી.પી.રાઠોડ અને સિનિયર ફૂડસ સેફટી ઓફિસર અમિત પંચાલે તપાટો બોલાવી દીધો હતો.

મહાપાલિકાના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, ટ્સબેરી ક્ધસેપ્ટ પ્રાઇવેટ લીમીટેડ ના નામે ગોંડલ રોડ ઉપર આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં પ્યોર ફૂડસ પેઢીના નામે માલિક જયેશભાઈ બી. રાદડિયા દ્વારા જુદી જુદી હર્બલ, કોસ્મેટીક, આયુર્વેદિક તથા કેમિકલ પ્રોડકટસનું ઉત્પાદન તથા પેકિંગ કરવામાં આવે છે. ઉપરોક્ત સ્થળ પર ફૂડ વિભાગની ટીમ દ્વારા સ્થળ તપાસ તથા ચકાસણીની  વિગતોએ સ્થળ પર કોઈપણ જાતના નિયમો તથા જરૂરી લાઇસન્સ વગર હર્બલ, આયુર્વેદિક, કોસ્મેટીક તથા કેમિકલ પ્રોડક્ટ્સનું ઉત્પાદન તથા પેકિંગ કરવામાં આવતું હતું. પ્યોર ફૂડસ ના માલિક જયેશભાઈ બી. રાદડિયા દ્વારા પર્ણકુટી સોસાયટી નાના મૌવા રોડ સ્થળનું ફૂડ રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલ છે. આ રજીસ્ટ્રેશનમાં હર્બલ જ્યુસ કે ખાદ્ય સામગ્રીનો કોઈ ઉલ્લેખ કરેલ નથી.
મહાપાલિકાના અધિકારી સૂત્રોએ ઉપરોકત મામલે વિશેષમાં નીચે મુજબની વિગતો જાહેર કરી હતી.

  • સ્થળ તપાસમાં જોવા મળેલ વિસંગતતાઓ

ઉત્પાદન કેન્દ્રના સ્થળનું માં ફૂડ લાઇસન્સ મેળવેલ ન હોવા છતાં પણ ફૂડ પ્રોડક્ટ્સનું ઉત્પાદન સાથે ન્યુટ્રાસ્યુટીકલનું ઉત્પાદન ગેરકાયદેસર કરવામાં આવતું હતું.
પ્રોડક્શન યુનિટની કોઈ પણ પ્રોડક્ટનું  અન્વયે  પ્રોડક્ટ એપ્રુવલ મેળવેલ નથી.
સ્થળ ઉપર ઉત્પાદન કરાતી અને ના રજીસ્ટ્રેશનનો ઉપયોગ કરી વેચાતી નીચે દશર્વિેલ બે પ્રોડક્ટસના સેમ્પલ તથા શંકાસપ્દ જત્થો સીઝ કાર્યની વિગતો નીચે દશર્વ્યિા મુજબની છે.
(1) રૂટ્સબેરી ગોવિંદ-90, ઈમ્યુસ્ટ હર્બલ જ્યુસ:-
(15 મી.લી. પેક) 1330 બોટલ  અંદાજીત કિમત રૂ. 7,96,670/-
(2) રૂટ્સબેરી ફેમી રૂટ્સ 30, વુમન હેલ્થ એન્ડ ન્યુટ્રી ડ્રીંક:-
(300 ગ્રામ પેક) * 65 જાર  અંદાજીત કિમત રૂ. 35,750/-
ઉપરોક્ત બંને પ્રોડક્ટનો એફએસએસએઆઇ અન્વયે  નમુના  લેવામાં આવેલ છે તથા સ્થળ પર જથ્થો સીઝ કરવામાં આવેલ છે. વિશેષમાં ગોવિંદ-90, ઈમ્યુસ્ટ હર્બલ જ્યુસએ કોરોના માટે ગેરમાર્ગે દોરનાર  ન ફૂડ પ્રોડક્ટ કે ન દવા પ્રોડક્ટ તરીકે માન્યતા ધરાવતી હોય, મીસલીડીંગ છે. જેની વિગતો નીચે દશર્વ્યિા મુજબની છે.
કોવીડ-19 ના બદલે ગોવિંદ-90 તેવા છેતરામણા શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે. બોકસ ઉપર કોરોના વાઈરસનો ફોટો દશર્વિવામાં આવેલ છે. આ ગોવિંદ-90 હર્બલ જ્યુસ ફૂડ પ્રોડક્ટ કે દવા અંગેના કોઈ સ્ટાન્ડર્ડ ધરાવતું નથી કે  ના નિયમો કે ડ્રગના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. વેચાણ પ્રોડક્ટના  ઉપર આરોગ્ય વિષયક જાહેરાત તથા રોગનો ઉપયોગ વિષે દશર્વિેલ છે, જે મીસલીડીંગ કે છેતરામણી દશર્વિે છે. વેચાણ પ્રોડક્ટ હર્બલ જ્યુસ ખાદ્ય સામગ્રી હોવા છતાં દવાની જેમ ઉપયોગમાં લેવા દશર્વિેલ છે અને ખાદ્યસામગ્રીનો નાકના ટીપા તરીકે ઉપયોગ ન દશર્વિી શકાય. ફૂડ પ્રોડક્ટ હોવા છતાં દવા તરીકે અસીમ્પટોમેટીક, માઈલ્ડ તથા મોડરેટ દર્દી ઉપયોગ કરી શકે તેમ દશર્વિેલ છે. સાવ ઝીણા અક્ષરે આ પ્રોડક્ટની મંજુરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આપેલ નથી, તેવું લખેલ છે, જે ગંભીર છેતરામણી છે. પ્રોડક્ટની ન્યુટ્રીશન વેલ્યુ કોઈ પણ જાતના લેબ પરીક્ષણ વિના દશર્વિેલ છે. પ્રોડક્ટની કીમત 599/- રૂ. દશર્વિેલ છે. પ્રોડક્ટના  નંબર દશર્વિેલ છે, જેમાં જ્યુસ અંગેની મંજુરી લીધેલ નથી. આ પ્રોડક્ટના માર્કેટિંગ માટે સોશ્યલ મીડિયા જેવા ફેસબુક, વોટ્સએપ, તેમજ જાહેર સ્થળોએ મોટા હોર્ડિંગ બોર્ડસમાં પબ્લીકને ગેરમાર્ગે દોરાય તેવા મેડીસીનલ/હેલ્થ બેનીફીટ અંગેના કલેઈમ પણ કરવામાં આવેલ છે, જેથી સદર ખાદ્યપદાર્થનું પબ્લીકને ઉંચી કિમતે વેચાણ કરી શકાય. આ પ્રોડક્ટ ઉપર અન્ય સ્થળનું અન્ય કેટેગરી માટેનું લીધેલ ફૂડ રજીસ્ટ્રેશનના નંબર તથા  લોગોનો દુરઉપયોગ કરેલ છે.
હાલની કોરોનાની મહામારીમાં કોરોનાને અટકાવવા કે સારવારના ભાગરૂપે છેતરામણી જાહેરાત, છેતરામણા શબ્દો, દ્વિઅર્થી કે ભળતા શબ્દોનો ઉપયોગ દ્વારા પ્રોડક્ટનું ઉત્પાદન તથા વેચાણ કરવામાં આવે છે. એફએસએસએઆઇ-2006 ની કલમ-53 મુજબ આવી મિસલીડીંગ હોવા અંગે  રૂ.10 લાખ સુધીના દંડની જોગવાઈ કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here