સ્ટર્લિંગ સહિતની હોસ્પિટલો મચ્છર ઉત્પાદન કેન્દ્ર: મનપાની નોટિસ

0
70

રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા અને મેલેરિયા શાખા દ્વારા તાજેતરમાં શહેરની નામાંકિત હોસ્પિટલો, બાંધકામ સાઈટો, એપાર્ટમેન્ટ, કોમ્પ્લેકસ સહિત કુલ 422 સંકૂલોમાં મચ્છરોના ઉત્પતિ કેન્દ્રો અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં સ્ટર્લિંગ હોસ્પિટલ સહિત 203 સ્થળોએથી મચ્છરના ઝૂંડ જોવા મળતા તેમજ લારવાનું બ્રિડિંગ મળી આવતાં તમામને નોટિસ ફટકારાઈ હતી અને ા.30,550ના દંડની વસુલાત કરવામાં આવી હતી.

વિશેષમાં મહાપાલિકાના સૂત્રોએ સત્તાવાર વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, શહેરની 96 હોસ્પિટલોમાં ચેકિંગ કરાયું હતું જેમાંથી 7 હોસ્પિટલોમાં મચ્છરના ઝૂંડના ઝૂંડ ઉડતા નજરે પડયા હતા. જે હોસ્પિટલોમાં મચ્છરના ઝૂંડ મળ્યા તેમજ લારવાનું બ્રિડિંગ જોવા મળ્યું તે હોસ્પિટલોમાં (1) સ્ટર્લિંગ હોસ્પિટલ (2) કસ્તુરબા માર્ગ પરની સિધ્ધિ ઓર્થોપેડિક હોસ્પિટલ (3) કરણસિંહજી રોડ પરની નિરામય હોસ્પિટલ (4) ગાયત્રીનગરમાં આવેલી ઓમ હોસ્પિટલ (5) વિદ્યાનગર મેઈન રોડ પર ડો.સુધીર શેઠની હોસ્પિટલ અને (6) માઈલસ્ટોન હોસ્પિટલ (7) સાધુ વાસવાણી માર્ગ પર ક્રિષ્ના હોસ્પિટલ (8) સાધુ વાસવાણી રોડ પર ક્રિષ્ના ગાયનેક હોસ્પિટલ (9) 150 ફૂટ રિંગરોડ પર મેડિસર્જ હોસ્પિટલ (10) વાણિયાવાડીમાં રાખોલિયા હોસ્પિટલ (11) મંગળા મેઈન રોડ પર શુભમ ડેન્ટલ ક્લિનિકનો સમાવેશ થાય છે. જે હોસ્પિટલોમાં લોકો ડેુગ્યુ અને મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગચાળાની સારવાર લેવા માટે જાય છે તે જ હોસ્પિટલો મચ્છરના ઉત્પતિ કેન્દ્રો સમાન હોવાનું સામે આવ્યું છે. ઉપરોકત તમામ હોસ્પિટલોને નોટિસ ફટકારી દંડની વસુલાત કરવામાં આવી છે.


સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઉપરોકત હોસ્પિટલો ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી બાંધકામો સાઈટો જેમાં (1) જીવરાજ પાર્ક નજીક સ્પિડવેલ પાર્ટી પ્લોટ પાસે ફોર્ચ્યુન વિવાન્તાની બાંધકામ સાઈટ (2) ગીતગુર્જરી સોસાયટીમાં રાધે હાઈટ્સની બાંધકામ સાઈટ (3) ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર શિલ્પ્ન નોવાની બાંધકામ સાઈટ (4) ગંગોત્રી મેઈન રોડ પર નંદ એમ્પાયરની બાંધકામ સાઈટ (5) નટરાજનગર-2માં આલિશાન ફલેટની બાંધકામ સાઈટ (6) બેબીલેન્ડ હોસ્ટેલ રોડ પરની વિવિધ બાંધકામ સાઈટ (7) નંદનવન સોસાયટીમાં આવેલી એ-1 હાઈટ્સ અને ગોલ્ડનવ્યૂની બાંધકામ સાઈટ તેમજ (8) રૈયારોડ પર આવેલી ટ્રિનીટી ટાવરની બાંધકામ સાઈટ સહિતના સ્થળોએથી પણ મચ્છર મળતા તેમને નોટિસ ફટકારી દંડની વસુલાત કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here