રાજકોટમાં છૂટાછેડાના કેસમાં પતિએ પત્ની અને મામાને છરીના ઘા ઝીંકી પતાવી દીધા, સાસુ ગંભીર, આરોપીએ પણ બાળકો સાથે સળગીને આત્મહત્યાનો પ્રયાસ કરતા ગંભીર

0
308

રાજકોટમાં મહિલા સહિત બેની હત્યા, એકનો મૃતદેહ દીવાલના ટેકે જોવા મળ્યો

  • પતિ-પત્ની વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલતો હતો અને બાળકોની કસ્ટડી રાખવા મુદ્દે બનાવ ડબલ મર્ડર સુધી પહોંચ્યો
  • હત્યારા ઈમરાન પઠાણના સાસુ ફિરોજાબેન ફરિયાદી બન્યા, પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી

રાજકોટમાં ડબલ મર્ડરની ઘટના બની છે. શહેરના જંક્શન પ્લોટ વિસ્તારમાં રૂખડીયા કોલોનીમાં જાહેરમાં ઈમરાન પઠાણ નામના યુવાને પત્ની નાઝીયા, તેના મામા નઝીર પઠાણ અને સાસુ ફિરોજાબેન પઠાણને છરીના ઘા ઝીંકી દીધા હતા. જેમાં નાઝીયા અને તેના મામા નઝીરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ફિરોજાબેનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આરોપી પતિ ઈમરાન પઠાણે પત્ની અને તેના મામાની હત્યા કર્યા બાદ બે બાળકો સાથે સળગીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઈમરાન અને તેના પુત્ર-પુત્રીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઈમરાન અને તેના પુત્ર-પુત્રીની હાલત પણ ગંભીર છે. ઈમરાન અને તેની પત્નીનો છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલતો હતો અને બાળકોની કસ્ટડી મામલે પત્ની અને તેના મામાની હત્યા કરી હોવાનું ખુલ્યું છે.

પોલીસ દ્વારા બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા

પોલીસ દ્વારા બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા

છૂટાછેટાનો કેસ ચાલતો હતો અને બાળકોની કસ્ટડી મામલે બનાવ હત્યા સુધી પહોંચ્યો
ઈમરાન પઠાણ અને તેની પત્ની નાઝીયા વચ્ચે પારિવારિક ઝઘડો ચાલતો હતો. આથી બંનેએ છૂટાછેટા લેવાનો નિર્ણય લીધો હતો. આ કેસ કોર્ટમાં ચાલતો હતો. પરંતુ બાળકોની કસ્ટડી કોણ લેશે તે મામલે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને કેસનો ખાર રાખી લોહિયાળ ખેલ ખેલાયો હતો. આજે ઈમરાનની પત્નીએ 181 અભયમને બોલાવી હતી. તેનો ખાર રાખી બનાવ ડબલ મર્ડર સુધી પહોંચ્યો હતો. હત્યારા ઈમરાન પઠાણના સાસુ ફિરોજાબેન મુરમદભાઈ ફરિયાદી બન્યા છે. પોલીસ દ્વારા ફિરોજાબેનની પૂછપરછ કરવામાં આવી રહી છે.ય

પોલીસે નાઝીયાનો મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો

પોલીસે નાઝીયાનો મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો

કોર્ટ દ્વારા સમાધાન થતા પત્ની આરોપી પતિ ઈમરાન સાથે રહેવા આવી ગઈ હતીઃ DCP
રાજકોટ ઝોન 2ના DCP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આરોપીની ઓળખ ઇમરાન પઠાણ તરીકે થઈ છે. તેને પત્ની સાથે ઝઘડો ચાલતો હતો. જો કે કોર્ટ દ્વારા સમાધાન થતા પત્ની પતિ સાથે રહેવા લાગી હતી. આ દરમિયાન પત્ની માતા પાસે આવી હતી. ત્યારે ઇમરાને હુમલો કરીને પોતાની પત્ની તેના મામા અને સાસુ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં પત્ની અને મામાનું મોત થયું હતું. જ્યારે સાસુ ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

દીવાલના ટેકે જ એક મૃતદેહ પડ્યો હતો
યુવાન પત્ની અને તેના મામાને છરીના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો છે. દીવાલના ટેકે જ એક મૃતદેહ જોવા મળ્યો હતો. મૃતદેહ પાસેથી ચપ્પલ મળી આવ્યા હતા. પોલીસે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. PI એલ.એલ. ચાવડા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી મૃતક બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાને ઘરકંકાસમાં હત્યા કર્યાનું ખુલ્યું છે.

મૃતદેપ પાસેથી ચપ્પલ મળી આવ્યા

મૃતદેપ પાસેથી ચપ્પલ મળી આવ્યા

બે મહિના પહેલા સ્ટોન કિલરની હત્યા થઈ હતી
રાજકોટમાં બે મહિના પહેલા મવડી પ્લોટના નવરંગપરામાં હત્યાનો બનાવ બન્યો હતો. 2009ના વર્ષમાં પથ્થરના ઘા મારી 3 ભિક્ષુકોને પથ્થરથી મોતને ઘાટ ઉતારી દેનાર સ્ટોન કિલર મહેશ ઉર્ફે હરેશનો પથ્થરના ઘા મારી માથુ છૂંદાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસને દુબઈ નામના શખ્સનો કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો અને તેણે ફોનમાં કહ્યું હતું કે દુકાનની અગાસી પર લાશ પડી છે, શોધી લેજો. બાદમાં પોલીસે આ ઘટનામાં ત્રણ આરોપીની ધરપકડ કરી હતી અને હાલ તમામ જેલહવાલે છે. ધર્મના માનેલા પુત્રએ જ પિતાની હત્યા કર્યાનું ખુલ્યું હતું.

બે મહિના પહેલા રાજકોટમાં પ્રેમલગ્ન મામલે યુવકની હત્યા થઈ હતી
શહેરમાં બે મહિના પહેલા ચંદ્રેશનગર રોડ પર પ્રેમ લગ્ન મામલે 10 જેટલા લોકોએ યુવાનની હત્યા કરી હતી. પ્રેમલગ્ન પ્રકરણ મામલે ચાલતા મન દુખમાં રાહુલ સોલંકી નામના યુવક પર ખૂની હુમલો કરવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. માલાવીયાનગર પોલીસે આ મામલે 6 આરોપીની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here