અમદાવાદ-મુંબઈ સહિતની ટ્રેનનાં પ્લેટફોર્મ બદલાયાં, સૌથી વધુ 21 ટ્રેન પ્લેટફોર્મ નં.1 પર આવશે

0
82
  • કેટલાંક પ્લેટફોર્મના રિનોવેશનને કારણે ફેરફાર

દિવાળી અને છઠ પૂજાને ધ્યાનમાં રાખી રેલવે દ્વારા વિશેષ ટ્રેનો જાહેર કરાતાં હવે અમદાવાદથી 51 જોડી ટ્રેનોનું સંચાલન થઈ રહ્યું છે. અમદાવાદ સ્ટેશનના કેટલાક પ્લેટફોર્મનું રિનોવેશન ચાલે છે. રેલવેએ અમદાવાદથી ઉપડતી અનેક ટ્રેનોના પ્લેટફોર્મ બદલ્યા છે. હાલમાં અમદાવાદ આવતા પેસેન્જરોને ફરજિયાત ફૂટ ઓવર બ્રિજ થઈ કાલુપુરથી બહાર જવા દેવાય છે. અમદાવાદ આવતી ટ્રેનોમાં સૌથી વધુ 21 ટ્રેનોને પ્લેટફોર્મ નંબર 1 પર લવાશે. પ્લેટફોર્મ નંબર 4-5 પર કામ ચાલતું હોવા છતાં અન્ય પ્લેટફોર્મ પર ટ્રાફિક ન વધે તે માટે રાત્રે કેટલીક ટ્રેનો ત્યાં શિફ્ટ કરવામાં આવી છે.

બદલાયેલું પ્લેટફોર્મ

ટ્રેનપ્લેટફોર્મ
રાજધાની એક્સપ્રેસ7
તેજસ એક્સપ્રેસ4
કર્ણાવતી એક્સપ્રેસ5
ડબલ ડેકર એક્સપ્રેસ6
આશ્રમ એક્સપ્રેસ6
સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ8
હાવડા એક્સપ્રેસ8
ખુરદારોડ એક્સપ્રે4
પુરી એક્સપ્રેસ1
સિકંદરાબાદ એક્સપ્રેસ1
પટના એક્સપ્રેસ8
સાબરમતી એક્સપ્રેસ9
દરભંગા સ્પે. એક્સપ્રેસ7
અઝીમાબાદ એક્સપ્રેસ1
ગોરખપુર એક્સપ્રેસ7
આગરાફોર્ટ એક્સપ્રેસ3

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here