ધો.10 પાસ યુવાને સ્પોર્ટસ બાઇક, ચેનલેસ સાઇકલ બનાવ્યા

0
87
  • મોવિયાના યુવાને અભ્યાસ ન કરી શક્યાનો વસવસો નવી શોધ કરી અવસરમાં પલટી લીધો

ઈશ્વરે માનવીને આપેલી કોઠાસુઝ ક્યારેક ઉચ્ચ ડિગ્રી ધરાવનારાઓને પાછળ રાખી દે છે. અલબત કોઠાસુઝનો સદ્પયોગ કરવો પડે તે જરૂરી છે. ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં રહેતાં પટેલ યુવાને કોરોના કાળનાં લોકડાઉનના સમયનો સદ્પયોગ કરી જૂનાં બાઇકમાં આપસુઝ દ્વારા સ્પોર્ટસ બાઇક બનાવ્યું છે. આ યુવાનની કોઠાસુઝ આટલેથી જ નથીં અટકી તેણે ચેન લેસ સાયકલ પણ બનાવી છે. માત્ર દશ ચોપડી ભણેલાં મોવિયાનાં કલ્પેશભાઇ રમણીકભાઇ ભાલાળાએ જૂનાં બાઇકમાંથી આગવી સુઝ દ્વારા ટેકનિકલ ડિઝાઇન બનાવી સ્પોર્ટસ બાઇક બનાવ્યું છે. કલ્પેશભાઇ એ બનાવેલું બાઇક નું મિકેનિઝમ કોઈ કંપનીથી કમ નથી.

બાઇક ઉપરાંત કલ્પેશભાઇ એ એવી સાયકલ પણ બનાવી છે. આ સાયકલ ચેન વગરની છે. સામાન્ય રીતે સાયકલની હાઇટ ત્રણ થી સાડાત્રણ ફુટની હોય પરંતું આ સાયકલ સાડા ચારથી પાંચ ફુટની હાઇટ ધરાવે છે. ખાસ કરીને વિદેશમાં આ પ્રકાર ની અવનવી ડિઝાઇન સાથેની સાયકલો જોવાં મળતી હોય છે. આ પહેલાં કલ્પેશભાઇ એ પેડલ વગરની સાયકલ બનાવી હતી. આર્થિક રીતે સામાન્ય પરીવારનાં કલ્પેશભાઇને આગળ અભ્યાસ ના થઇ શકયો તેનો વસવસો છે પણ તેની કોઠાસુઝ અને જીજ્ઞાસાને તેમણે ગગનમાં વિહરતી રાખી છે. ગોંડલનો મિની ટ્રેક્ટર ઉદ્યોગ ખાસ્સો જાણીતો છે. હાલ કલ્પેશભાઇ ની કોઠાસુઝ ખેતીમાં સરળતા અને આધુનિકતા સાથે ખેતીમાં ઉપયોગી બને તેવાં ટ્રેક્ટરનાં નિર્માણ માં કામ આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here